Western Times News

Gujarati News

હપ્તા ભરવા છતાં પતિ સંયુક્ત મિલકતમાં એકાધિકારનો દાવો ના કરી શકેઃ હાઈકોર્ટ

નવી દિલ્હી, દિલ્હી હાઈકોર્ટે પતિ અને પત્નીની સંયુક્ત મિલકતના વિવાદમાં એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટના મતે પતિ દ્વારા ભલે લોનના હપ્તા (ઈએમઆઈ) ભરવામાં આવી રહ્યા હોય પરંતુ સંયુક્ત મિલકતમાં તે એકમાત્ર માલિકીનો દાવો કરી શકે નહીં.

દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ અનિલ ક્ષેત્રપાલ અને હરિશ વૈદ્યનાથન શંકરની ખંડપીઠે ૨૨ સપ્ટેમ્બરના જાહેર કરેલા ચુકાદામાં જણાવ્યું હતું કે, પતિ-પત્નીના નામે સંયુક્ત નોંધાયેલી મિલકતનો તમામ ખર્ચ ભલે પતિએ ઉઠાવ્યો હોય તેમ છતાં તેને સંયુક્ત મિલકત પર એકમાત્ર માલિક હોવાનો હક પ્રાપ્ત થતો નથી.

કોર્ટે સ્પષ્ટતા કરતા ઉમેર્યું કે, જો પતિ સંયુક્ત મિલકત પર એકમાત્ર માલિકી હકનો દાવો કરે છે તો તે બેનામી મિલકત વ્યવહારો પ્રતિબંધની કલમ ૪નું સીધું ઉલ્લંઘન કરે છે.

આ મુખ્ય કલમ કાયદેસર રીતે કોઈપણ વ્યક્તિ જે મિલકતનો સાચો માલિક હોવાનો દાવો કરે છે તેને અન્ય વ્યક્તિ જે સત્તાવાર રીતે મિલકત ધરાવે છે તેની સામે દાવો અથવા કાર્યવાહી શરૂ કરવાથી પ્રતિબંધિત કરે છે. અરજદાર પત્નીએ પ્રતિદાવો કર્યાે હતો કે, મિલકતના વેચાણમાંથી પ્રાપ્ત રકમમાં ૫૦ ટકા હિસ્સો તેનો છે. આ રકમ તેના સ્ત્રીધનનો ભાગ છે જેના પર તેની વિશેષ માલિકી છે.

કોર્ટ સમક્ષ અરજીમાં જણાવાયું હતું કે, ૧૯૯૯માં યુગલે લગ્ન કર્યા હતા અને ૨૦૦૫માં મુંબઈમાં બંનેએ સંયુક્ત રહેણાક મિલકત ખરીદી હતી. એક વર્ષ બાદ ૨૦૦૬માં પતિ-પત્ની અલગ-અલગ રહેવા લાગ્યા હતા અને પતિએ તે જ વર્ષે છૂટાછેડા માટે અરજી કરી જેની કાર્યવાહી ચાલુ છે.

દિલ્હી હાઈકોર્ટે ચુકાદામાં ટાંક્યું કે, પત્ની દ્વારા પતિને તેના પરિવારજનો સાથે સંબંધ તોડી નાંખવા સતત દબાણ તે ક્‰રતા ગણાશે અને આ કારણથી છૂટાછેડાના અગાઉના હુકમને સમર્થન મળે છે. જાહેરમાં પતિનું અપમાન અને મૌખિક દુર્વ્યવહાર પણ માનસિક ક્‰રતા સમાન છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.