અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરીને ભેજાબાજોએ રૃા. ૧૩ લાખ પડાવ્યા

વડોદરા, વડોદરામાં સુભાનપુરા વિસ્તારમાં રહેતા એલઆઇસીના નિવૃત્ત ૭૩ વર્ષીય અધિકારીને ડિજિટલ એરેસ્ટના નામે દમદાટી આપી ઠગોએ તેર લાખ રૂપિયા ખંખેરી લીધા હોવાનું બનાવો બનતા તેમણે પોલીસને જાણ કરી છે.
નિવૃત્ત અધિકારીએ પોલીસને કહ્યું છે કે, ગત તારીખ ૨૩મી એ બપોરે મને વિશાલ શર્મા નામના ટેલીફોન ડિપાર્ટમેન્ટના અધિકારી તરીકે ફોન આવ્યો હતો અને નવ નંબરનું બટન દબાવવા કહ્યું હતું. જે બટન દબાવતા મને સામેથી કહેવાય હતું કે તમારી સામે એફઆઇઆર થઈ છે અને દિલ્હીથી ખરીદેલા આ સીમ કાર્ડ ઉપરથી તમારા દ્વારા બરોડા બેંક દિલ્હીમાં એક સેવિંગ એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું છે.
જેથી મેં આ બાબતનો ઇન્કાર કર્યાે હતો.ત્યારબાદ મારા ઉપર પોલીસ ઇન્સ્પેકટર ગોપેશ કુમારના નામે ફોન આવ્યો હતો અને તેમણે એફઆઇઆરની વાત કરી કુલદીપસિંહ નામના અધિકારી તપાસ કરી રહ્યા છે તેમ કહી એક લેટર મોકલ્યો હતો.
જે લેટરમાં પોલીસ સ્ટેશનનું સ્ટેમ્પ પણ દેખાતો હતો. પીઆઇએ કહ્યું હતું કે તમારા એકાઉન્ટ દ્વારા માની લોન્ડરિંગનો કેસ થયો છે જેમાં એક પોલીસ અધિકારી રાજવીર સિંહ અને સ્ટેટ બેંકના લોબી મેનેજર પણ સામેલ છે પરંતુ તેમને એરેસ્ટ કર્યા નથી. બીજા લોકોને એરેસ્ટ કર્યા તેનો ફોટો જીપમાં લઈ જતા હોય તેવો મોકલ્યો હતો.
નિવૃત્ત અધિકારીએ કહ્યું છે કે, ઠગે સીબીઆઈના ડીસીપી સાહેબ વાત કરશે તેમ કહેતા રાજવીર કુમારના નામે વાત કરવામાં આવી હતી. મને વિડીયો કોલ કરવામાં આવ્યો હતો અને આરબીઆઈનો એક લેટર મોકલ્યો હતો. જેમાં મારું નામ લખ્યું હતું અને એરેસ્ટ ઓર્ડર તેમજ ફ્રીજિંગ ઓર્ડર દર્શાવવામાં આવ્યું હતું.
મારી પાસે ૧૧ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા અને તેની સ્લીપ પણ મેં તેમને મોકલી હતી. આવી જ રીતે રાજવીર કુમારે ભંડ સુપરવિઝન સર્ટીફીકેટ મોકલી બીજા બે લાખના ટ્રાન્જેક્શનની વાત કરી હતી અને તેમાં ૬૦૦૦૦ નું ફ્રોડ થયો હોવાનું કહેવાયું હતું.
આ રકમ પણ મેં ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ એરેસ્ટ વોરંટ પણ મોકલવામાં આવ્યું હતું અને જામીન માટે દસ લાખ રૂપિયા ભરવા પડશે તેમ કહેવાયું હતું. અને મારા પુત્રને આ બાબતે વાત કરતા એને ફ્રોડ થઈ રહ્યો છે તેમ કહ્યું હતું. જેથી સાયબર સેલનો સંપર્ક કરી પોલીસ ફરિયાદ કરી હતી.SS1MS