દુર્ગાપૂજા મારામાં આનંદ, આદ્યાત્મિક ઉર્જાનો સંચાર કરે છે: રાની મુખર્જી

મુંબઈ, બોલીવુડ એકટ્રેસ રાની મુખર્જી માટે દુર્ગાપુજા એક તહેવારથી વધુ શકિત, આÎયાત્મિકતા અને એક સાથે જોડાવવાનો ઉત્સવ છે. તે આ તહેવાર સાથે જોડાયેલી બાળપણની યાદો એવા મુલ્યો કે જે પોતાની દીકરી અદીરાને શીખવવા માંગે છે.
રાની મુખર્જી કહે છે બંગાળીઓ માટે દુર્ગા પુજા માત્ર એક તહેવાર જ નથી બલકે એક ઉત્સવ અને ભાવના છે. જે ઢગલાબંધ ખુશીઓના આગમનનું પ્રતીક છે. તમામ પરીવાર આ પાંચ દિવસીય મહોત્સવ દરમીયાન સ્વાદીષ્ટ વાનગીઓ, માના પંડાલોના ભ્રમણ અને સંગીત અને સાંસ્કૃતીક સંÎયાઓનો આનંદ લેવામાં તલ્લીન થઇ જાય છે.
રાની કહે છે કે દુર્ગાપુજા મારી અંદર આનંદ, આÎયાત્મીકતા ઉર્જા અને સાહસનું સંચાર કરે છે. જે ખરાબ પર સારાનો વિજય ઉત્સવ છે. તે સામુહીક ભાવનાને પ્રોત્સાહન આપે છે. આંતરીક આત્મ વિશ્વાસને મજબુત કરે છે. અને લોકોને તેમની પરંપરાઓ સંસ્કૃતી અને આંતરીક શકિત સાથે જોડે છે.SS1MS