અમદાવાદમાં ૧૭ વર્ષે ફરી એક વખત શાહરુખ ફિલ્મફેરનું સંચાલન કરશે

મુંબઈ, આ વખતે ફરી એક વખત ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડનું આયોજન થઈ રહ્યું છે. એકા એરેના, કાંકરીયા ખાતે યોજાનારા આ એવોડ્ર્ઝમાં શાહરુખ ખાન ૧૭ વર્ષે ફિલ્મ ફેર એવોર્ડનું સંચાલન કરશે. મંગળવારે ફિલ્મફેર દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી. આ વખતે શાહરુખ ખાન, કરણ જોહર અને મનિષ પૌલ આ શોનું સંચાલન કરશે.
આ પહેલાં શાહરુખ કેટલીક વખત આ શોનું સંચાલન કરી ચૂક્યો છે, ખાસ તો સૈફ અલી ખાન સાથે તેણે ૨૦૦૩ અને ૨૦૦૪માં કરેલું સંચાલન યાદગાર હતું, આજે પણ સોશિયલ મીડિયા પર તેના વીડિયો જોવા મળે છે.
૨૦૦૭માં ફરી એક વખત તેણે અને કરણ જોહરે સંચાલન કર્યું હતું. ૨૦૦૮માં છેલ્લે તે સ્ટેજ પર સંચાલન કરતો જોવા મળ્યો હતો, જેમાં તેની સાથે વિદ્યા બાલન, મનિષ પૌલ અને કરણ જોહર પણ હતા. તેની ડ્રાય હ્યુમર અને વિટ માટે શાહરુખ જાણીતો છે.
પછીના વર્ષાેમાં શાહરુખ ગેસ્ટ હોસ્ટ તરીકે કેટલાક સેગમેન્ટ હોસ્ટ કર્યા છે. ૧૧ ઓક્ટોબરે, એકા એરેના, કાંકરિયા લેક, અમદાવાદ ખાતે ફિલ્મ ફેર એવોર્ડ ૨૦૨૫ યોજાવાના છે.
આ એવોર્ડનું આ ૭૦મું વર્ષ છે, આ પહેલાં ૬૯મા એવોર્ડ ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે યોજાયા હતા. ત્યાર પછી ફરી એક વખત ગુજરાત ટુરીઝમ અને ફિલ્મફેર વચ્ચે એમઓયૂ સાઈન થયા છે. ગયા મહિને આ એવોર્ડ માટેના નોમિનેશનની જાહેરાત થઈ ગઈ છે.SS1MS