ઉમરેઠ ખાતે દેવાંગ મહેતા કૌશલ્ય કેન્દ્ર દ્વારા મહિલા ગ્રામહાટ – હસ્તકલા પ્રદર્શનનું આયોજન કરાયુ

(પ્રતિનિધિ)ઉમરેઠ, ઉમરેઠ સ્થિત દેવાંગ મહેતા કૌશલ્ય કેન્દ્ર જે જી.ટી.ટી ફાઉન્ડેશન દ્વારા દેવાંગ મેહતા ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગથી સ્થાપિત કરવામાં આવ્યું છે. આ કૌશલ્ય કેન્દ્ર વંચિત વર્ગના યુવાનો અને મહિલાઓને ટેકનોલોજી આધારિત ઉકેલો, કૌશલ્ય વિકાસ અને રોજગાર સંભાવનાઓ દ્વારા સક્ષમ બનાવવામાં અગ્રણી પહેલ રહ્યુ છે. કેન્દ્ર પોતાનું ૮મું કાર્ય વર્ષ ગૌરવ સાથે શરૂ કરી રહ્યો છે
અને આ પ્રસંગે તાલુકાવ્યાપી મહિલા ગ્રામહાટ – હસ્તકલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હાટનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર તાલુકા અને અંતે જિલ્લામાં મહિલાઓના ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત કરવું. મહિલા ગ્રામહાટ મહિલાઓને પોતાના હસ્તકલા ઉત્પાદનોને પ્રદર્શિત, વેચાણ કરવા માટે પ્રોત્સાહન અને પ્લેટફોર્મ પૂરુ પાડે છે. જેથી મહિલાઓની આવક વધારવા, આત્મનિર્ભરતા વધારવા અને કુશળતાભર્યા રોજગારોને મજબૂત બનાવવામાં સહાય કરે છે.
આ મહિલા ગ્રામ હાટની શરૂઆત આૅગસ્ટ ૨૦૨૫માં કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં ૮ ગામોએ આ હાટનો સ્વીકાર કર્યો છે. આ ગામોએ સફળતાપૂર્વક પોતાના ગામોમાં પ્રદર્શનો ચલાવી, આવક વધારી, મહિલાઓની સ્વમાનની ભાવના વધારી અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું, જેથી ગામસ્થર આર્થિક વિકાસને પ્રોત્સાહન મળ્યું.
મહિલા ગ્રામહાટનું ઉદ્ઘાટન ઉમરેઠ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના પ્રતિનિધિ હર્ષદભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું. મહિલાઓને સહાય કરવા માટે વિવિધ ક્ષેત્રોના ભાગીદારો એકઠા થયા. સ્થાનિક સરકારનું સમર્થન આધ્યાત્મિક માર્ગદર્શન માટે બ્રહ્મકુમારી ઉમરેઠથી નીતાબેન
, સામાજિક સુરક્ષા અને કાયદાકીય સપોર્ટ માટે એ.એસ.આઈ. શ્રીમતી પૂર્વીબેન રબારી અને મહિલા પો.કા. શ્રીમતી ભૂમિકાબેન અને શ્રીમતી બીનીતાબેન હાજર રહ્યા. માનસિક અને આરોગ્ય આધાર માટે શ્રીમતી સુમૈયાબેન મન્સૂરી, ઉમરેઠ તાલુકા આંગણવાડી ઇન્ચાર્જ, તેમજ આંગણવાડી કર્મચારીઓ અને સહાયકાઓએ ભાગ લીધો.