Western Times News

Gujarati News

યુટીઆઈ ઓલ્ટરનેટિવ્સએ સ્ટ્રક્ચર્ડ ડેટ ઓપર્ચ્યુનિટી ફંડ IV (એસડીઓએફ IV) સાથે મિડ-માર્કેટ ક્રેડિટ ફોકસને વધારે મજબૂત બનાવ્યું

એસડીઓએફ IV વર્ષ 2017માં લોંચ કરવામાં આવેલ યુટીઆઈ ઓલ્ટરનેટીવના શિસ્તબદ્ધ પર્ફોમિંગ પ્રાઈવેટ ક્રેડિટ પ્લેટફોર્મની કન્સીસ્ટન્સીને દર્શાવે છે.

મુંબઈ, 1 ઓક્ટોબર 2025: યુટીઆઈ એસેટ મેનેજમેન્ટ કંપની (યુટીઆઈ એએમસી)ના પ્રાઈવેટ માર્કેટ્સ પ્લેટફોર્મ, યુટીઆઈ ઓલ્ટરનેટિવ્સે યુટીઆઈ સ્ટ્રક્ચર્ડ ડેટ ઓપર્ચ્યુનિટીઝ ફંડ IV (એસડીઓએફ IV)ની જાહેરાત કરી છે, તે મુખ્ય પ્રાઈવેટ ક્રેડિટ સિરીઝમાં લેટેસ્ટ છે અને તે ભારતના મિડ-માર્કેટ બિઝનેસની આર્થિક જરૂરિયાતોને પૂરી કરે છે.

સેબી રજિસ્ટર્ડ કેટેગરી II એઆઈએફ અંતર્ગત આ સ્કીમ એસડીઓએફ IVને રૂપિયો 1,500 કરોડના ફંડ તરીકે યોજના ધરાવે છે, જેનો ઉદ્દેશ મુખ્યત્વે આવકનું સમયાંતરે વિતરણ કરવા અને મધ્યમથી ઉચ્ચ ટીન રિટર્નના લક્ષ્યાંક સાથે પર્ફોમિંગ ક્રેડિટ એક્સપોઝર સાથે પોર્ટફોલિયોનું સર્જન કરવાનો છે.

એસડીઓએફ IV એવા શિસ્તબદ્ધ, કોલેટરલ સમર્થિત અભિગમ સાથે તૈયાર કરવામાં આવેલ છે, જે અગાઉના વિન્ટેજીસનો આધાર છે. અમે ભારતના મિડ-માર્કેટમાં એક અર્થપૂર્ણ આર્થિક ગેપ જોવાનું જાળવી રાખ્યું છે કે જ્યાં ખાસ, પર્ફોમિંગ ક્રેડિટ સોલ્યુશન્સના વિકાસને યોગ્ય સપોર્ટ આપી શકાય છે, તેમ જ અમારો લક્ષ્યાંક માળખા તથા સક્રિય દેખરેખના માધ્યમથી ઘટાડાજનક સ્થિતિ સામે રક્ષણ કરવાનું છે,

જે અમારા ગવર્નર ફર્સ્ટ, પ્રક્રિયા આધારિત ફિલોસોફીને દર્શાવે છે. યુટીઆઈ અલ્ટરનેટિવ્સના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર શ્રી રોહિત ગુલાટીએ જણાવ્યું હતું કે, આ એક હકીકતમાં પ્રાઈવેટ ક્રેડિટ પોર્ટફોલિયો કંપનીઓની શરૂઆત તથા તેમાં રોકાણ કરવાના 8 વર્ષથી વધારે સમયનો શાનદાર ટ્રેક રેકોર્ડને આગળ વધારે છે.

યુટીઆઈ ઓલ્ટરનેટીવ્સના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર શ્રી શૌર્ય અરોરાએ જણાવ્યું હતું કે, “ખાસ વ્યવહારોના સર્જન અને ચુસ્ત અંડરરાઈટીંગ પ્રોસેસ એસડીઓએફની વ્યૂહરચનાનો આધારસ્તંભ છે. સ્ક્રિનિંગ પ્રક્રિયામાં ઈન-હાઉસ સમિક્ષા અને સંશોધનનો સમાવેશ થાય છે, જેમાં બાહ્ય ઉદ્યમશીલ ભાગીદારોની સહાયતા લેવામાં આવે છે. એસડીઓએફ  અવાર-નવાર કંપનીઓમાં રોકાણ કરે છે, જે પ્રાઈવેટ ક્રેડિટ સેગમેન્ટમાં પ્રથમ વખત ઈશ્યુકર્તા છે, અને અમારા દ્વારા સંચાલિત સ્કીમોમાં એક્સક્લુઝિવ સબ્સ્ક્રાઈબર છે.”

અગાઉના ત્રણ વિન્ટેજીસ-એસડીઓએફ I,II અને IIIને અનેક માર્કેટ સાઈકલ્સમાં અમલીકરણ કરવામાં આવેલ છે, જેનો ઉદ્દેશ યુએચએનઆઈ ફેમિલી ઓફિસો અને સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને ભારતના મિડ-માર્કેટ ઋણ લેનારાઓ સહિત સોફિસ્ટીકેટેડ ઈન્વેસ્ટર્સ વચ્ચે જે ખાઈ જોવા મળે છે તેને પૂરવાનો છે. આ ફંડને હેલ્થકેર, શિક્ષણ, કન્ઝ્યુમર ગુડ્સ, મેન્યુફેક્ચરિંગ અને રિન્યુએબલ એનર્જી જેવા સેક્ટરોમાં 40થી વધારે કંપનીઓને સમર્થન આપ્યું છે. અને 20 કરતાં વધારે સંપૂર્ણ રોકાણ હાંસલ કરી છે, જે એક સંપૂર્ણ સાઈકલ ટ્રેક રેકોર્ડને દર્શાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.