Western Times News

Gujarati News

પાંજરાપોળ ફ્‌લાયઓવરનું કામ ચાલી રહ્યું છે પણ યોગ્ય સર્વિસ રોડ હજી તૈયાર થયો નથી!

અમદાવાદ મ્યુનિ. શાસકોએ પરત કરેલી દરખાસ્ત ફરીથી રજૂ કરવા કમિશનરની સૂચના-મ્યુનિ.ની ભૂલના કારણે અપમૃત્યુ થશે તો કમિશનર જ જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ કરશે

ગોતા, સતાધાર, રાણિપ, ચાંદખેડા, સાબરમતી, નિકોલ, નરોડા, સહિતના વિસ્તારોમાં રખડતી ગાયો અને રખડતા પશુઓ મામલે લેખિતમાં પણ મોટાપાયે ફરિયાદો આવી રહી છે.

(પ્રતિનિધિ) અમદાવાદ,  શહેરના જરાપોળ જંકશન પર બની રહેલા ફ્‌લાયઓવર ના કામ માં બેદરકારી દાખવવા બદલ મ્યુનિસિપલ અધિકારી ને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે. મ્યુનિસિપલ અધિકારીઓની બેદરકારી બદલ કોઈ નાગરિક નું મૃત્યુ થશે તો કમિશ્નર જ જે તે અધિકારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરશે તેવી ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત શાસક પક્ષ ઘ્‌વારા પરત મોકલવામાં આવેલી ખાનગી સોસાયટીઓમાં ક્લોરીન ડોઝિયર લગાવવાની દરખાસ્ત ફરી કમીટી સમક્ષ રજુ કરવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનર ના અધ્યક્ષ સ્થાને મળતી વિકલી રીવ્યુ બેઠકમાં ખાનગી સોસાયટીમાં ક્લોરીન ડોઝિયર લગાવવા માટેની દરખાસ્ત ફરી થી વોટર સપ્લાય કમીટી સમક્ષ રજુ કરવા સૂચના આપવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરે જવાબદાર અધિકારી ને સૂચના આપતા જણાવ્યું હતું કે મારે હોદ્દેદારો સાથે વાત થઈ ગઈ છે તેથી પરત મોકલવામાં આવેલી દરખાસ્ત હવે મંજુર થઈ જશે.

પાંજરાપોળ જંકશન પાસે ફ્‌લાયઓવર નું કામ ચાલી રહ્યું છે. અહીં એ.એમ.એ. પાસે પતરા લગાવવામાં આવ્યા છે પરંતુ યોગ્ય સર્વિસ રોડ હજી તૈયાર થયો નથી તેથી જવાબદાર અધિકારી ને કારણદર્શક નોટિસ આપવા માટે કમિશનરે આદેશ કર્યો છે. ચાલુ વરસે ચોમાસામાં ૧૫ જેટલા નાગરિકો ના અપમૃત્યુ થયા છે. કમિશનરે આ બાબતે અધિકારીઓને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું હતું કે આ પ્રકારની દુર્ઘટના થશે તો તેઓ જ જે તે અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરશે.

અમદાવાદ મ્યુનિસિપલ લાઈટ વિભાગ ઘણા સમયથી વિવાદમાં છે. કમિશનરે લાઈટ વિભાગના એડિશનલ ને વીજ પોલ ના ખુલ્લા વાયરો અને તેના કોન્ટેક્ટરો ને પેનલ્ટી અંગે સવાલ કર્યા હતા. ત્યારે લાઈટ વિભાગના ડે. કમિશનરે ૧૦ ટકા પેનલ્ટી કરી હોવાનું જણાવતા કમિશ્નર નારાજ થયા હતા તેમજ વધુ પેનલ્ટી કરવા સૂચના આપી હતી. ખુલ્લેઆમ વેચાણ થઈ રહેલા વોટરજગ અંગે કમિશનરે વધુ સઘન કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

આઉટર્સોસિંગ કર્મચારીઓના બાયોમેટ્રિક મામલે પણ કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી તેમજ મોટાપાયે ગરબડ ચાલી રહી હોવાની શંકા વ્યક્ત કરી હતી. એસ્ટેટ વિભાગના અધિકારીઓ ને પણ તેમની નબળી કામગીરી બદલ આડા હાથે લેવામાં આવ્યા હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.

વીકલી રીવ્યુ મીટિંગમાં એએમસી કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં રખડતા ઢોરને કારણે ટ્રાફિકની સમસ્યા સહિતની ફરિયાદો વધી રહી છે. શહેરીજનો દ્વારા ગોતા, સતાધાર, રાણિપ, ચાંદખેડા, સાબરમતી, નિકોલ, નરોડા, સહિતના વિસ્તારોમાં રખડતી ગાયો અને રખડતા પશુઓ મામલે લેખિતમાં પણ મોટાપાયે ફરિયાદો આવી રહી છે.

શહેરમાં ઢોર પકડવાની કામગીરી યોગ્ય પ્રકારે અને વ્યવસ્થિત રીતે થતી ન હોવાની બાબતે ઝ્રદ્ગઝ્રડ્ઢ વિભાગના અધિકારીને ખખડાવ્યા હતા અને ઢોર પકડવાની ઝુંબેશ સધન બનાવવા તાકીદ કરી હતી છસ્ઝ્ર મિડીયા ગ્રુપ સહિત સોશિયલ મિડિયા મારફતે અને ઝ્રઝ્રઇજી મારફતે વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતી હોવાની ફરિયાદોને પગલે લાઈટ વિભગાના વડા નિનામાનો ઉધડો લીધો હતો અને શિડ્‌યુલ ઓફ મેઈન્ટેનન્સ રાખવા લાઈટ વિભાગના વડાને તાકીદ કરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.