ઇનકાર છતાં, રશિયા પાકિસ્તાનને ફાઇટર જેટ એન્જિન મોકલશે

પ્રતિકાત્મક
ભારતે રશિયાને આગ્રહ કર્યો કે તે આ ખાસ એન્જિનની સપ્લાય પાકિસ્તાનને ન કરે,-રશિયા ભારત સાથે સારા સંબંધો જાળવવાનો પ્રયાસ કરે છે અને સાથે સાથે પાકિસ્તાન સાથે પણ વાતચીત કરે છે.
(એજન્સી)નવી દિલ્હી, ભારત અને રશિયાના સંબંધો અત્યાર સુધી ખૂબ સારા રહ્યાં છે, પરંતુ વ્લાદિમીર પુતિન ભારતની એક મહત્વની અપીલને માની શક્્યા નહીં. પાકિસ્તાનને જેએફ૧૭ ફાઇટર જેટ માટે એક ખાસ એન્જિનની જરૂર છે.
આ ફાઇટર જેટ ચીન બનાવે છે, પરંતુ તે આ માટે રશિયા પર નિર્ભર છે. ભારતે રશિયાને આગ્રહ કર્યો કે તે આ ખાસ એન્જિનની સપ્લાય પાકિસ્તાનને ન કરે, જેનો ઉપયોગ જેએફ૧૭ ફાઇટર જેટમાં થાય છે, પરંતુ રશિયાએ તેની અપીલ ન માની.
ડિફેન્સ સિક્્યોરિટી એશિયાના રિપોર્ટ પ્રમાણે ભારતે રશિયાને લાંબા સમય સુધી આગ્રહ કર્યો કે તે પાકિસ્તાનને સીધી રીતે એન્જિન ન વેચે, પરંતુ તેણે ભારતની અપીલને નજરઅંદાજ કરી.
રશિયા હવે પાકિસ્તાનને એન્જિન વેચવાના નિર્ણય પર ટકી ગયું છે. પાક વાયુસેના પોતાની તાકાત વધારવા માટે ચીનનો સહારો લે છે. તેના મોટા ભાગના હથિયાર અને ફાઇટર જેટ ચીની મદદથી તૈયાર થઈ રહ્યાં છે. ચીન બાદ હવે રશિયા પણ ફાઇટર જેટના મામલામાં તે જૂથમાં જતું જોવા મળી રહ્યું છે. રશિયા ભારત સાથે સારા સંબંધો જાળવવાનો પ્રયાસ કરે છે અને સાથે સાથે પાકિસ્તાન સાથે પણ વાતચીત કરે છે.
પુતિન દ્વારા ભારતની અપીલને માનવાનો ઇનકાર કરવાથી તે ડબલ ગેમમાં સામેલ થવાનો સંકેત મળે છે. જેએફ૧૭ એ ૪.૫ પેઢીનું ફાઇટર જેટ છે. રશિયા હવે બ્લોક ૩ વિકસાવી રહ્યું છે. રશિયા પાસે પહેલાથી જ બ્લોક-૧ અને બ્લોક-૨ છે, પરંતુ આ વિમાનો ઓછા શક્તિશાળી માનવામાં આવે છે.