Western Times News

Gujarati News

ભારતીય પરિવારોની સંપત્તિએ તોડયો આઠ વર્ષનો રેકોર્ડ

AI Image

છેલ્લા ર૦ વર્ષમાં માથાદીઠ ચોખ્ખી નાણાકીય સંપત્તિમાં ૧૩ ગણો વધારો થયો છે, જે ચીનના ૧ર ગણા વિકાસને વટાવી ગયો છે.

મધ્યમ વર્ગ ઝડપથી મજબુત થઈ રહયો છે: સંપત્તિમાં ૧૪.પ ટકાનો વધારો -ર૦ વર્ષમાં ભારતમાં પ્રતિ વ્યક્તિ નાણાકીય સંપત્તિ પાંચ ગણી વધી:  દેશમાં ધનિક વધુ ધનિક બની રહયા છે

(એજન્સી) નવી દિલ્હી, ભારતીય પરિવારોએ ર૦ર૪માં તેમની સંપત્તિમાં ઝડપથી વધારો કર્યો છે આ વર્ષે કુલ નાણાકીય સંપત્તિમાં ૧૪.પ ટકાનો વધારો થવાની ધારણા છે. જે ર૦ર૩માં જોવા મળેલા ૧૪.૩ ટકાના વિકાસ કરતા થોડો વધારે છે

ર૦ર૪માં વિશ્વભરમાં ઘરગથ્થુ સંપત્તિએ નવા રેકોર્ડ બનાવ્યા પરંતુ ભારતમાં સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી. આલિયાન્ઝ ગ્લોબલ વેલ્થ રિપોર્ટ ર૦રપ મુજબ, ભારતીય ઘરગથ્થુઓની નાણાકીય સંપત્તિમાં ૧૪.પ ટકા વધારો થયો, જે આઠ વર્ષમાં સૌથી વધુ છે. આ દર્શાવે છે કે, ભારતનો મધ્યમ વર્ગ કેટલી ઝડપથી મજબુત થઈ રહ્યો છે.

ભારતમાં માથાદીઠ નાણાકીય સંપત્તિમાં છેલ્લા ર૦ વર્ષમાં પાંચ ગણો વધારો થયો છે. ર૦ર૪માં રોકાણમાં સૌથી વધુ વધારો થયો છે, જે ર૮.૭ ટકા વધ્યો છે. વીમા અને પેન્શનમાં ૧૯.૭ ટકા વધારો થયો છે. બેંક ડિપોઝિટ, જે હજુ પણ ઘરગથ્થુઓની કુલ સંપત્તિના પ૪ટકા હિસ્સો ધારાવે છે, તેમાં ૭.૭ ટકા વધારો થયો છે. ફુગાવા પછી, વાસ્તવિક સંપત્તિમાં ૯.૪ ટકાનો વધારો થયો છે, જેનો અર્થ એ થાય છે કે લોકોની ખરીદ શક્તિ મહામારી પહેલાના સ્તરથી ૪૦ ટકા વધી છે.

અહેવાલમાં જણાવાયું છે કે ભારતનો વધતો મધ્યમ વર્ગ વૈશ્વિક સંપત્તિના વલણોને બદલી રહ્યો છે અને ઉભરતા બજારોમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યો છે.
ભારતે વૃદ્ધિ દર્શાવી છે, પરંતુ ર૦ર૪માં વિશવની કુલ સંપત્તિ વૃદ્ધિમાં યુએસ પરિવારોનો હિસ્સો અડધો હતો. છેલ્લા ૧૦ વર્ષોમાં યુએસએ વૈશ્વિક સંપત્તિ વૃદ્ધિમાં ૪૭ ટકા ફાળો આપ્યો હતો, જયારે ચીનનો હિસ્સો ર૦ ટકા હતો અને પશ્ચિમ યુરોપનો હિસ્સો ૧ર ટકા હતો. એલિયાન્ઝના મુખ્ય અર્થશાસ્ત્રી લુડોવિક સુબ્રાન કહે છે, ‘યુએસમાં સંપત્તિ વૃદ્ધિ અદભુત છે. ર૦ર૪માં વૈશ્વિક વૃદ્ધિનો અડધો ભાગ યુએસ પરિવારો તરફથી આવ્યો હતો. લોકો માને છે કે યુએસ પાછળ છે, પરંતુ તે સંપત્તિ વૃદ્ધિમાં વિશ્વનું નેતૃત્વ કરે છે.

જાપાન અને પશ્ચિમ યુરોપમાં સંપત્તિ વૃદ્ધિ ઘણી ધીમી રહી છે. આનું કારણ એ છે કે ત્યાંના લોકો એટલું રોકાણ કરતા નથી અને શેરબજારમાં જરૂરી રોકાણ ધરાવતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો ઘરોની કુલ સંપત્તિ એટલી ઝડપથી વધી નથી કારણ કે તેમના પૈસા સુરક્ષિત રસ્તાઓમાં કેન્દ્રિત છે અને જોખમી રોકાણો (જેમ કે શેર)માં ઓછા છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે રોકાણ એ સંપત્તિ વધારવાનો સૌથી મોટો રસ્તો છે. જોકે દરેક દેશના લોકોને તેનો સમાન લાભ મળ્યો નથી. ઉદાહરણ તરીકે યુએસમાં રોકાણ તેમની કુલ સંપત્તિના પ૯ ટકા હિસ્સો ધરાવે છે, જયારે યુરોપમાં ૩પટકા અને ભારતમાં ફકત ૧૩ ટકા છે. આનો અર્થ એ છે કે ભારતમાં મોટાભાગના લોકો તેમના પૈસા બેંક ડિપોઝીટ જેવા સુરક્ષિત સ્થળોએ રાખે છે, તેથી તેમની સંપત્તિ યુએસ અથવા યુરોપ જેટલી ઝડપથી વધતી નથી.

ભારતમાં ધનિકો વધુ ધનવાન બની રહ્યા છે ઃ ઝડપી વૃદ્ધિ છતાં, ભારતમાં સંપત્તિની અસમાનતા સ્પષ્ટપણે જોવા મળે છે. ર૦૦૪માં સૌથી ધનિક ૧૦ ટકા ભારતીયો દેશની સંપત્તિના પ૮ ટકા માલિક હતા. બે દાયકા પછી આલિયાન્ઝ રિપોર્ટ મુજબ, તેમનો હિસ્સો વધીને ૬પટકા થયો છે, જે સંપત્તિના વધતા કેન્દ્રીકરણને પ્રતિબિંબિત કરે છે. સરેરાશ અને સરેરાશ સંપત્તિ વચ્ચેનો તફાવત પણ વધ્યો છે, જે સમાન સમયગાળા દરમિયાન ગુણોત્તર ર.૬ થી વધીને ૩.૧ થયો છે. જે દર્શાવે છે કે સમૃદ્ધિ સમાન રીતે વહેંચાયેલી નથી.

તે જ સમયે કુલ સંપત્તિમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ભારતમાં માથાદીઠ ચોખ્ખી નાણાકીય સંપત્તિ હવે ર૦૦૪ કરતા ૧૩ ગણી વધારે છે, જે ચીનને પણ પાછળ છોડી દે છે, જયાં સંપત્તિમાં બાર ગણો વધારો થયો છે. આ ઉછાળો ભારતને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સંપત્તિ-વૃદ્ધિ ધરાવતા દેશોમાં સ્થાનઆપે છે. છતા જેમ આલિયાન્ઝ રિપોર્ટ ચેતવણી આપે છે, આ અસાધારણ વૃદ્ધિને ન્યાયીપણા અને વિતરણ ન્યાય સાથે સંતુલિત કરવી એક મોટો પડકાર છે.

છેલ્લા ર૦ વર્ષમાં વૈશ્વિક સ્તરે અમીર અને ગરીબ વચ્ચેનો સંપત્તિનો તફાવત ઓછો થયો નથી. સૌથી ધનિક ૧૦ટકા હજુ પણ કુલ સંપત્તિના આશરે ૬૦ટકા હિસ્સો ધરાવે છે. ભારતમાં પરિસ્થિતિ થોડી અલગ છે. ર૦ર૪માં ભારતના ટોચના ૧૦ટકા ધનિકો કુલ સંપત્તિના ૬પટકા માલિક હતા, જે ર૦ વર્ષ પહેલા પ૮ ટકા હતા.

સરેરાશ અને સરેરાશ સંપત્તિ વચ્ચેનો તફાવત પણ ર.૬ થી વધીને ૩.૧ થયો છે, જેનો અર્થ છે કે અમીર અને ગરીબ વચ્ચેનો તફાવત વધ્યો છે. આમ છતાં ભારતમાં સંપત્તિમાં ઝડપથી વધારો થયો છે. છેલ્લા ર૦ વર્ષમાં માથાદીઠ ચોખ્ખી નાણાકીય સંપત્તિમાં ૧૩ ગણો વધારો થયો છે, જે ચીનના ૧ર ગણા વિકાસને વટાવી ગયો છે.

ભારતનો મધ્યમ વર્ગ વધી રહ્યો છે અને લોકો નાણાકીય જ્ઞાન મેળવી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે સંપત્તિમાં વૃદ્ધિ ચાલુ રહેશે. લોકો હવે ફકત બેંક થાપણોમાં જ નહીં પરંતુ શેર અને પેન્શનમાં પણ રોકાણ કરી રહ્યા છે. વૈશ્વિક સ્તરે, અસમાન સંપત્તિ અને રોકાણમાં તફાવત સમાવિષ્ટ વિકાસ માટે પડકારો રહેશે, પરંતુ એકંદર સંપત્તિ નવી ઉંચાઈઓ સુધી પહોંચી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.