ઇસ્તાંબુલ: બોઇંગ વિમાન લેન્ડીંગ વખતે રન-વે પર સરકીને 3 ટુકડા થઇ ગયું , 3ના મોત, 150 ઈજાગ્રસ્ત
ઇસ્તાંબુલ: ઇસ્તાંબુલ એરપોર્ટ પર બુધવારે એક વિમાનની લેન્ડીંગ વખતે મોટો અકસ્માત સર્જાયો છે. ખરાબ હવામાનને લીધે લેન્ડીંગ કરે રહેલું આ વિમાન રન વે પર લપસી ગયું. ત્યારબાદ તેમાં આગ લાગી ગઇ અને વિમાન ત્રણ ભાગમાં તૂટી ગયું. આ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 179 લોકોને ઇજા પહોંચી છે. તુર્કીના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.
તુર્કી ટેલીવિઝન પર પ્રસારિત લાઇવ વીડિયોમાં ઘણા લોકોને તૂટેલા વિમાનની મોટી તિરાડોમાંથી ઉતરતા જોવા મળ્યા. તુર્કીના લો-કોસ્ટ કેરિયર પેગાસસ એરલાઇન્સ દ્વારા સંચાલિત બોઇંગ 737 ઇસ્તાંબુલના સબિહા ગોકસેન એરપોર્ટ પરથી ઇઝમિરના એજિયન પોર્ટ શહેર માટે ઉડાન ભરી હતી. આ વિમાન જાહિરા તરીકે તુર્કીના સૌથી મોટા શહેર ઇસ્તાંબુલમાં તેજ હવા અને ભારે વરસાદના લીધે પ્રભાવિત થયું હતું.
પરિવહન મંત્રી મેહમત કાહિત તુરહાને સીએનએન-તુર્ક ટેલીવિઝન પર કહ્યું કે ‘કેટલાક મુસાફરો વિમાનમાંથી જાતે નિકળ્યા, જ્યારે બાકી અન્ય અંદર ફસાયેલા હતા. બચાવ દળ તેમને બહાર નિકાળવાનું કામ કરી રહ્યા હતા. ગવર્નર યાર્લિકાયાએ કહ્યું કે રનવેથી દૂર ગયા બાદ વિમાન ‘લગભગ 60 મીટરના અંતરે’ સરકી ગયું હતું.