સિરાજ અને બુમરાહનો તરખાટ: વેસ્ટ ઈન્ડિઝ ૧૬૨ રનમાં ઓલ આઉટ

અમદાવાદ ટેસ્ટમાં મોહમ્મદ સિરાજે સૌથી વધુ ૪ વિકેટ લીધી, જ્યારે જસપ્રીત બુમરાહે ૩ અને કુલદીપ યાદવે ૨ વિકેટ લીધી
(એજન્સી) અમદાવાદ, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર ૧૬૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો ભારતીય બોલરોનો સામે બે સેશન સુધી પણ ટકી શક્્યા નહીં.
મોહમ્મદ સિરાજે સૌથી વધુ ૪ વિકેટ લીધી, જ્યારે જસપ્રીત બુમરાહે ૩ અને કુલદીપ યાદવે ૨ વિકેટ લીધી. સિરાજ ભારતમાં ૫ વિકેટ લેવાની તક ચુકી ગયો. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું. કોઈપણ બેટ્સમેન ૪૦ રનનો આંકડો સ્પર્શી શક્્યો નહીં. જસ્ટિન ગ્રીવ્સ ૩૨ રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો.
વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોસ્ટન ચેઝે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ ઇનિંગ શરૂ થતાં જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ દબાણમાં આવી ગઈ. શિસ્તબદ્ધ ભારતીય બોલિંગ આક્રમણે લંચ પહેલા પાંચ વિકેટ ઝડપી હતી.
પહેલા સાત બેટ્સમેનમાંથી ફક્ત જસ્ટિન ગ્રીવ્સ ૩૦ રન સુધી પહોંચી શક્્યા. તેણે ૩૨ રનનું યોગદાન આપ્યું. શાઈ હોપે ૨૬, કેપ્ટન રોસ્ટન ચેઝ ૨૪, બ્રાન્ડન કિંગ ૧૩ અને એલિક એથાનાઝે ૧૨ રન બનાવ્યા. જોન કેમ્પબેલ આઠ રન બનાવીને આઉટ થયો અને તેજનારાયણ ચંદ્રપોલ કોઈ રન બનાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો. સિરાજ અને બુમરાહ ઉપરાંત કુલદીપ યાદવે બે વિકેટ લીધી. અક્ષર પટેલને પણ એક સફળતા મળી.
બન્ને ટીમની પ્લેઇંગ-૧૧
ભારતઃ શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
વેસ્ટ ઈન્ડિઝઃ રોસ્ટન ચેઝ (કેપ્ટન), તેજનરીન ચંદ્રપોલ, જ્હોન કેમ્પબેલ, એલીક એથેનાઝ, બ્રેન્ડન કિંગ, શાઈ હોપ (વિકેટકીપર),જસ્ટિન ગ્રીવ્સ, જોમેલ વોરિકન, ખૈરી પિયરી, જોહાન લેન અને જેડન સીલ્સ.