Western Times News

Gujarati News

છત્તીસગઢમાં એક દિવસમાં સૌથી વધુ ૧૦૩ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

નવી દિલ્હી, છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં એક કરોડ રૂપિયાના ઈનામી ૪૯ સહિત કુલ ૧૦૩ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.

કેડરમાં ૨૨ મહિલાઓ સામેલ હતી જેઓએ વરિષ્ઠ પોલીસ અધિકારી તથા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) સામે હથિયારો હેઠા મૂકવા તૈયારી દર્શાવી હતી. આત્મસમર્પણ કરનારા નક્સલીઓ માઓવાદની ખોખલી વિચારધારા અને પ્રતિબંધિત સંગઠન સીપીઆઈ (માઓવાદી)માં મતભેદથી નિરાશ હોવાનું બિજાપુરના એસપી જીતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું હતું.

છત્તીસગઢમાં અત્યાર સુધીમાં આ નકસ્લીઓનું એક દિવસમાં સૌથી મોટું આત્મસમર્પણ છે. નકસ્લીઓ બસ્તર વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ કાર્યાેથી પ્રભાવિત થયા હતા અને એટલા માટે જ તેમણે બળવાનો માર્ગ ત્યાગવાનો નિર્ણય લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું.છત્તીસગઢ સરકારે નિયાદ નેલ્લાનાર (તમારું સારું ગામ) યોજના હેઠળ અંતરિયાળ ગામડામાં વિકાસ કાર્યાે હાથ ધર્યા હોવાથી તથા બસ્તર રેન્જ પોલીસની પુર્નવસન પહેલને લઈને નકસ્લીઓ પ્રભાવિત થયા તથા.

સમર્પણ કરનાર પૈકી લાચુ પુનેમ ઉર્ફે સંતોષ (૩૬), માઓવાદી વિભાગીય સમિતિનો સભ્ય, ગુડ્ડુ ફારસા (૩૦), ભીમા સોઢી (૪૫), હિદમે ફારસા (૨૬) અને સખમતિ ઓયામ (૨૭) દરેકના માથે રૂ. આઠ લાખનું ઈનામ જાહેર થયું હતું. અન્ય ચાર નક્સલીઓ પર પાંચ-પાંચ લાખ અને ૧૫ સભ્યો ઉપર બે-બે લાખ જ્યારે દસ નકસ્લીઓ ઉપર એક-એક લાખનું ઈનામ હતું. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં કુલ ૪૧૦ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે જ્યારે ૪૨૧ની ધરપકડ કરાઈ છે.

છત્તીસગઢના ગંગાલૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે ૧૧ કલાકે સુરક્ષા જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. બિજાપુર જિલ્લામાં થયેલી અથડામણમાં એક નક્સલીનું મોત નિપજ્યું હતું.

સ્થળ પરથી નક્સલીનો મૃતદેહ, હથિયારો અને વિસ્ફોટક સામગ્રી મળી હતી. ચાલુ વર્ષે છત્તીસગઢમાં એન્કાઉન્ટરમાં ૨૫૩ નક્સલીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. સાત જિલ્લાને આવરી લેતા બસ્તર ક્ષેત્રમાં જ ૨૨૪ને ઠાર કરાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.