બળાત્કારના કેસમાં એન્જિનિયરિંગ સ્ટુડન્ટને ૧૦ વર્ષની સખત કેદની સજા

સુરત, સુરત શહેરમાં આવેલા પાંડેસરા વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતીને બ્લેકમેઇલ કરી દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપી યુવકને કસુરવાર ઠેરવી ૧૦ વર્ષની સખત કેદ અને ૧ લાખનો દંડ ફટકાર્યાે હતો.
આ કેસની વિગત એવી છે કે, સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા પરિવારની ૨૦ વર્ષીય દિકરી બીસીએનો અભ્યાસ કરતી હતી, ત્યારે આ વિદ્યાર્થિની તેની બહેનપણીઓ સાથે અન્ય કોલેજમાં કાઉન્સિલિંગ માટે ગઈ હતી.
દરમિયાન વિદ્યાર્થિની સાથે બહેનપણી થકી પાંડેસરા વિસ્તારમાં રહેતા એન્જિનિયરિંગના વિદ્યાર્થી સાથે્ મિત્રતા થઈ હતી.વિદ્યાર્થીએ મિત્રતા કેળવી વિદ્યાર્થિનીને કોલેજ અને ટ્યુશને મળવા જતો હતો. અભ્યાસ સલગ્ન પેમ્પલેટ વગેરે પણ આપતો હતો. બંને એકબીજા સાથે ટેલિફોનીક વાતચીત પણ કરાતા હતા.
દરમિયાન વિદ્યાર્થિનીનું લેપટોપ ફોર્મેટ મારવાનું હોવાથી વિદ્યાર્થી લેપટોપ ફોર્મેટ કરવા માટે તેણીને તેના પાંડેસરા વિસ્તારમાં મિત્રના ઘરે લઈ ગયો હતો. જ્યાં મિત્ર અને બહેનપણી પણ તેમને સામાન લેવા માટે બહાર મોકલી આપી લેપટોપ ફોર્મેટ મારવાનુ શરૂ કરી વિદ્યાર્થિની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
વિદ્યાર્થીએ તેણીનો નિર્વસ્ત્ર હાલતનો વિડીયો પણ મોબાઈલમાં ઉતારી લીધો હતો. આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપ્યા બાદ અલગ-અલગ સ્થળે લઈ જઈ તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આ વિડીયો મિત્ર વર્તુળ અને વિદ્યાર્થિનીના ભાઈના મોબાઈલ ઉપર પણ વાયરલ કરી બદનામી કરી હતી.
આ અંગે વિદ્યાર્થિનીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર, આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસ કરી હતી. આ કેસની ઈન્સાફી કાર્યવાહી સુરત કોર્ટમાં ચાલી હતી. બચાવ પક્ષે દલીલો કરી હતી કે ફરીયાદ પક્ષે રજૂ કરેલા પુરાવો ધ્યાને લેતા તે ફરિયાદ પક્ષના કેસ સાથે સુસંગત નથી.
ફરિયાદી અને સાહેદોની ઉલટતપાસમાં ભોગ બનનાર સાથે કોઈપણ દુષ્કર્મ તેણીની ઈચ્છા અને સમંતિ વગર આચર્યુ હોય તેવી હકીકત રેકર્ડ પર આવી નથી. બંને પક્ષની દલીલો બાદ કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી ૧૦ વર્ષની સખત કેદ અને ૧ લાખનો દંડ ફટકાર્યાે હતો. આ કેસમાં સરકાર તરફે એપીપી વિશાલ ફળદુએ દલીલો કરી હતી.SS1MS