પત્ની ઓફિસર હોવાનું કહીને ટેન્ડર અપાવવાના બહાને ૨૭.૦૭ લાખ પડાવ્યા

અમદાવાદ, પત્ની ઓફિસર હોવાનું કહી ટેન્ડર અપાવવાના બહાને ૨૭.૦૭ લાખ પડાવી લીધા હતા. બે વર્ષ સુધી યુવક આ પૈસા આપવા માટે ગલ્લાં તલ્લાં કરતો હતો. જેથી કંટાળી યુવતીએ યુવક, તેની પત્ની અને દીકરી સામે ૨૭.૦૭ લાખની ઠગાઇની ફરિયાદ નોંધાવતા નરોડા પોલીસે તપાસ આદરી છે.
નરોડા વિસ્તારમાં ૩૪ વર્ષિય સર્વાતીત મુકેશભાઇ પટેલ પરિવાર સાથે રહે છે અને ફરીદાબાદમાં આવેલ ખાનગી કંપનીમાં ગુજરાતના સેલ્સમેન તરીકે ફરજ બજાવે છે. બે વર્ષ અગાઉ સર્વાતીતના મિત્ર અરવિંદભાઇ ચાવડાએ જયેશભાઇ શુક્લાને સર્વાતીતનો નંબર આપ્યો હતો. ત્યારબાદ ૨૫ જુલાઇ ૨૦૨૩ના રોજ જયેશ શુક્લાએ ટેક્સ મેસેજ કર્યાે હતો અને પોતે પતેએડ એવીક પ્રાઇવેટ લી. કંપનીમાં છે તેવું જણાવ્યું હતું.
જેથી સર્વાતીતે જયેશને ફોન કર્યાે હતો અને વાતચીત કરતા તે પોતે કંપનીમાંથી બોલતો હોવાનું અને સરકારી ટેન્ડર ભરી કચેરીમાં મોકલી તેને લગતો માલ સામાન સપ્લાય કરતો હોવાનું જણાવી મળવા કહ્યું હતું. જેથી સર્વાતીતે જયેશ શુક્લાને ઘરે મળવા બોલાવ્યો હતો ત્યારે તેણે સરકારી ટેન્ડર્સનું મોટા પાયે કામ કરતો હોવાનું અને ભાગીદારી કરવા કહ્યું હતું.
તેણે એમ પણ જણાવ્યું હતું કે, મારી પત્ની ગવર્મેન્ટમાં ઓફિસર છે જેથી ટેન્ડર આપણને જ મળી જશે. જેથી સર્વાતીતે કામ કરવાની હા પાડતા ડિપોઝીટ પેટે પૈસા માગ્યા હતા. તે પૈસા તેને ચૂકવી આપવામાં આવ્યા હતા.
આમ ટેન્ડરની જુદી જુદી પ્રક્રિયા માટે ટુકડે ટુકડે બેંક એકાઉન્ટ મારફતે ૨૭.૩૪ લાખ રૂપિયા મેળવી લીધા હતા. ત્યારબાદ જયેશે અનુષ્કા શુક્લા અને શીલ્પા શુક્લાના નામના જીએસટી નંબર બતાવ્યા હતા. આ વાતને ઘણો સમય થયો છતાં કોઇ અપડેટ આવી ન હતી. જેથી સર્વાતીત તેને વારંવાર ફોન કરતી ત્યારે તે ગલ્લાં તલ્લાં કરતો હતો. તેણે એક વખત ૨૬,૫૦૦ પરત ચૂકવી આપ્યા હતા.
પરંતુ બાકીના ૨૭.૦૭ લાખ રૂપિયા ચૂકવી આપશે તેમ કહ્યું હતું. આ વાતને બે વર્ષથી વધુ સમય થઇ ગયા છતાં પૈસા ન આપતા સર્વાતીતે જયેશ શુક્લા, શિલ્પા જયેશ શુક્લા અને અનુષ્કા જયેશ શુક્લા સામે ઠગાઇની ફરિયાદ નોંધાવતા નરોડા પોલીસે તપાસ આદરી છે.SS1MS