સાવકા પિતાએ પુત્ર પર બેસીને સળિયાના ફટકા મારી હત્યા કરી

અમદાવાદ, અમદાવાદ ગ્રામ્યના બાકરોલમાં સાવકા પિતાએ પુત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. ૧૩ વર્ષીય કિશોર એક એસ્ટેટમાં આવેલી કંપનીમાં સુઇ રહ્યો હતો ત્યારે આરોપીની પત્નીએ સંતાનો સાથે ગામડે જવાની વાત કરતા ઉશ્કેરાટમાં આવીને સાવકા પિતાએ પુત્રની હત્યા કરી નાખી હતી. આરોપીએ લગ્ન કર્યા ત્યારથી જ તેને સંતાનો પ્રત્યે અણગમો હતો.
આરોપીએ ઉશ્કેરાટમાં આવીને નિદ્રાધીન પુત્ર પર બેસીને માથામાં લોખંડના સળિયાના ફટકા મારીને મોતને ઘાટ ઉતાર્યાે હતો. કણભા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
મૂળ ઉત્તરપ્રદેશની રીતાદેવી રાજપૂતે પહેલા પતિથી છૂટાછેડા લીધા હતા. બાદમાં રીતાદેવીએ હરીઓમ સાથે લગ્ન કરીને ૧૩ વર્ષીય અર્પિત અને ૧૭ વર્ષીય અર્પિતા નામના બે સંતાનોને લઇને બીજા પતિ સાથે રહેવા આવી હતી. ચાર માસ પહેલા હરીઓમ પત્ની અને બે સંતાનોને લઇને બાકરોલ ખાતે રહેવા આવ્યો હતો. હરીઓમ પાવન એસ્ટેટમાં નોકરી કરતો હતો.
બંને સંતાનો રીતાદેવીના પહેલા પતિના સંતાન હોવાથી હરીઓમ અણગમો રાખીને અવાર નવાર ઝઘડા કરીને માર મારતો હતો. હરીઓમને દીકરા અર્પિત પ્રત્યે નફરત હોવાથી સાવકા પિતાના ડરથી અર્પિત રાતના સમયે એસ્ટેટમાં આવેલી કંપનીમાં સુઇ જતો હતો.
રીતાદેવીએ પતિ હરીઓમને બે બાળકો સાથે ગામડે જવાનું કહેતા તેણે ઝઘડો કર્યાે અને ગુસ્સામાં આવીને છોકરાને જીવતો નહિ છોડું તેમ કહીને ઝઘડો કર્યાે હતો. બાદમાં કંપની ખાતે જઇને ત્યાં ઊંઘમાં રહેતા અર્પિત પર બેસીને મશીનમાં વપરાતા લોખંડના સળિયાના માથામાં ફટકા મારીને હત્યા કરી નાખી હતી.SS1MS