Western Times News

Gujarati News

રોહિત રોયે ૨૫ દિવસમાં ૧૬ કિલો વજન ઘટાડીને ચમત્કાર સર્જી દીધો હતો

મુંબઈ, ઘણીવાર એવું જોવા મળ્યું છે કે કલાકારો તેમના પાત્રોની ભીતરમાં પ્રવેશવા માટે કોઈપણ હદ સુધી જાય છે. રોહિત રોયે એક સમયે આવું જ કર્યું હતું. ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ ફિલ્મમાં પોતાની ભૂમિકા માટે અભિનેતાએ ૨૫ દિવસમાં ૧૬ કિલો વજન ઘટાડ્યું. રોહિત ૨ ઓક્ટોબરે પોતાનો ૫૬મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. રોહિત રોયે આવું કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

જોકે, હવે અભિનેતાએ કહ્યું છે કે આ મૂર્ખામીભર્યું હતું. અભિનેતાએ એમ પણ કહ્યું કે તે ફરી ક્યારેય આવું નહીં કરે. એક મુલાકાત દરમિયાન રોહિતે ખુલાસો કર્યાે કે તેણે ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’માં પોતાની ભૂમિકા માટે આહારનું પાલન કર્યું હતું.અભિનેતાએ સમજાવ્યું કે તે આ ભૂમિકા માટે આટલું બધું વજન ઓછું કરી નાખવું એ અતિશયોક્તિપૂર્ણ હતું અને આહાર સંપૂર્ણપણે બિનઆરોગ્યપ્રદ હતો.

“હું ખરેખર મૂર્ખામીભર્યાે આહારનું પાલન કરી રહ્યો હતો. હું ફરી ક્યારેય આવું નહીં કરું. હું ખરેખર પાતળો દેખાવા માંગતો હતો. મેં ફક્ત ૨૫-૨૬ દિવસમાં ૧૬ કિલો વજન ઘટાડ્યું.અભિનેતાએ સમજાવ્યું કે તે પાણીનો આહાર લેતો હતો અને ફક્ત પાણી પર જ જીવતો હતો.

રોહિતે આગળ કહ્યું કે આ આહાર અત્યંત ખતરનાક હતો, તેથી જ તેણે તેને મૂર્ખામીભર્યું કહ્યું. તેણે કહ્યું કે તે ફરી ક્યારેય કોઈ પણ વસ્તુ માટે આવું નહીં કરે.રોહિતે કહ્યું, “મેં સાંભળ્યું છે કે હોલીવુડના કલાકારો પણ આવી જ ડાયેટ ફોલો કરે છે.

આ પ્રક્રિયા દરમિયાન ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા છે.” રોહિતે ચાહકોને સાવધ રહેવા અને કલાકારો ઓનલાઈન જે બતાવે છે તેના પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી.

રોનિતે કહ્યું કે તે ડાયેટ છોડવું પણ એક સંઘર્ષ છે.તે તમારા મગજમાં રમી રહ્યું છે કારણ કે જ્યારે તમે તેને ફોલો કરો છો, ત્યારે તમે ચોક્કસ રીતે જુઓ છો અને હંમેશા તે રીતે દેખાવા માંગો છો. પરંતુ કોઈ પણ તે લુકને કાયમ માટે જાળવી શકતું નથી. અભિનેતાએ કહ્યું, “હું હંમેશા કહું છું કે, મારા ઇન્સ્ટાગ્રામ પર ન આવો. હું ત્યાં મારી જાતનું શ્રેષ્ઠ વર્ઝન પોસ્ટ કરું છું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.