ગોવિંદાની પત્નીની કબૂલાત, છૂટાછેડાની અફવાથી તે દુઃખી

મુંબઈ, છેલ્લા ઘણા સમયથી ગોવિંદા કોઈ ફિલ્મમાં જોવા મળ્યો નથી. છતાં તે પત્ની સુનિતા આહુજા સાથે છુટાછેડાના અહેવાલોથી છેલ્લાં ઘણા સમયથી ચર્ચામાં છે. જોકે, તેમણે ગણેશ ઉત્સવ વખતે સાથે ઉજવણી કરીને ડિવોર્સની અફવાઓને નકારવાની કોશિષ કરી હતી.
આ વખતે સુનિતાએ એવું પણ કહ્યું હતું કે જે લોકો આવી અફવાઓ ફેલાવવાની કોશિશ કરે છે, તેમને અમને આ રીતે સાથે તહેવાર ઉજવતા જોઈને શરમ આવવી જોઈએ.
એક તરફ સુનિતાએ ડિવોર્સની વાતને અફવા ગણાવી, બીજી તરફ તેમણે ડિવોર્સ ફાઇલ કરી દીધા હોવાના પણ અહેવાલો હતા. જેમાં સુનિતાએ ગોવિંદા પર છેતરપિંડીનો આરોપ મુક્યો હોવાની પણ ચર્ચા હતી.
હવે સુનિતાએ પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે, જેમાં તેણે કબુલાત કરી છે કે અફવાઓથી તેને દુઃખ થયું હતું.તેણે એમ પણ કહ્યું કે તે અને ગોવિંદા વર્ષાેથી અલગ રહે છે અને તેમના ઘર એકબીજાની આમને સામને રહે છે. આઅફવાઓ અંગે વાત કરતા સુનિતાએ કહ્યું, “પ્રોબ્લેમ એ છે કે એના પરિવારમાં એવા લોકો છે, જે મને ગોવિંદા સાથે જોવા માગતા નથી.
એમના પોતાના પત્ની-બાળકો હયાત નથી એટલે એમને એવું થાય છે કે, આમનું પરિવાર ખુશ કેમ છે. ગોવિંદા સારા લોકો સાથે બેસતો ઉઠતો નથી. તો એવુ છે કે, હું કહું છું કે જો તું ગંદા લોકો સાથે રહીશ તો એવો જ બની જઈશ. આજે મારે કોઈ મિત્રો નથી, મારા બાળકો જ મારા મિત્રો છે.”
સુનિતાએ આગળ કહ્યું, “હું અને ચીચી ૧૫ વર્ષથી આમને-સામને જ રહીએ છીએ અને એકબીજાના ઘરમાં આવવા-જવાનું ચાલે છે. જે સારી સ્ત્રીને દુઃખ આપશે એ ક્યારેય સુખી નહીં થાય, બેચેન રહેશે.
મેં બાળપણથી અત્યાર સુધી મારી આખી જિંદગી એને આપી દીધી, આજે પણ એટલો જ પ્રેમ કરું છું. નારાજગી ૧૦૦ ટકા છે, કારણ કે હું પણ બધું સાંભળું છું. પણ હું બહુ મજબુત છું કારણ કે મારી પાસે મારા બાળકો છે.”SS1MS