થલતેજમાં આવેલ ભારત ખાદી ગ્રામોદ્યોગ સંઘના યુનિટમાંથી મુખ્યમંત્રીએ ખાદીની ખરીદી કરી

અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધી જયંતી નિમિત્તે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલ ભારત ખાદી ગ્રામોદ્યોગ સંઘના યુનિટ યશ ખાદી એમ્પોરિયમમાંથી ખાદીની ખરીદી કરીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન’ની મુહિમમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત સિંધુ ભવન રોડ પર આવેલા ખાદી ઇન્ડિયાના યુનીટ ઓમ ખાદીમાંથી પણ સ્વદેશીના પ્રતીક સમાન ખાદીની ખરીદી કરીને ‘વોકલ ફોર લોકલ ‘ અને ‘આત્મનિર્ભર ભારત’ના ધ્યેયને સાકાર કરવાની દિશામાં પોતાનું યોગદાન અર્પણ કર્યું હતું.