Western Times News

Gujarati News

અમેરિકામાં વસતા 11 લાખ ગેરકાયદે ઇમિગ્રેન્ટ્‌સને રાહત મળવાની શક્યતા

આ પ્રોગ્રામ ચાર વર્ષ પહેલા બંધ કરાયો હતો. માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટીટ્યૂટના અંદાજ મુજબ આ પ્રોગ્રામથી મોટી સંખ્યામાં લોકોને લાભ થશે. ડીએસીએ હેઠળ હાલમાં ૫.૩૩ લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવેલું છે.

(એજન્સી)ટેક્સાસ, અમેરિકામાં કાનૂની ઇમિગ્રેશન સ્ટેટસ વગર રહેતા લાખ્ખો લોકોને રાહત થાય તેવા એક પગલાં ફેડરલ સરકાર એક પ્રોગ્રામ ફરી ચાલુ કરે તેવી ધારણા છે. આ પ્રોગ્રામ હેઠળ ગેરકાયદે ઇમિગ્રન્ટ્‌સને અમેરિકામાં રહેવાની અને વર્ક કરવાની મંજરી મળવાની શક્યતા છે. સરકાર ટૂંકસમયમાં આ પ્રોગ્રામ હેઠળ અરજીઓ સ્વીકારવાનું ચાલુ કરી શકે છે.

ફેડરલ સરકારના વકીલો અને ઇમિગ્રન્ટ્‌સની હિમાયત કરતી સંસ્થાઓએ ફેડરલ ન્યાયાધીશ સમક્ષ એક યોજનાઓ રજૂ કરી છે. આ યોજના મુજબ ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહુડ અરાઇવલ્સ પ્રોગ્રામ હેઠળ અરજીઓ સ્વીકારવા માટે ફરીથી દરવાજા ખોલશે.

આ પ્રોગ્રામ ચાર વર્ષ પહેલા બંધ કરાયો હતો. માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટીટ્યૂટના અંદાજ મુજબ આ પ્રોગ્રામથી મોટી સંખ્યામાં લોકોને લાભ થશે. ડીએસીએ હેઠળ હાલમાં ૫.૩૩ લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવેલું છે.

દેશભરમાં લગભગ ૧૧ લાખ લોકો પાત્ર બની શકે છે.જોકે એક રાજ્ય ટેક્સાસમાં કેસની સુનાવણી ચાલી રહી છે. તેથી આ રાજ્યમાં વર્ક પરમિટ નહીં મળે. અમેરિકાના ન્યાયવિભાગે કાનૂની રજૂઆતમાં આ યોજના રજૂ કરી છે. આ યોજનાને વિવિધત બનાવવા માટે ફેડરલ જજ આદેશ જારી કરે તે પછી લાખો લોકો ડીએસીઅમાં નોંધણી કરાવવા માટે લાયક બનશે તેવો અંદાજ છે.

ઓબામા વહીવટીતંત્ર હેઠળ આ પ્રોગ્રામ તૈયાર કર્યાે હતો. આ પ્રોગ્રામ હેઠળ માતાપિતા દ્વારા બાળક તરીકે અમેરિકામાં લાવવામાં આવેલા અને કાયદેસર ઇમિગ્રેશન દરજ્જો ન ધરાવતા લોકોને અમેરિકામાં બે વર્ષ માટે રહેવાની અને નોકરી કરવાની છૂટ મળે છે. આ પરમિટને રિન્યૂ પણ કરી શકાય છે. આ પ્રોગ્રામથી કાનૂની દરજ્જો મળતો નથી, પરંતુ દેશનિકાલ સામે રક્ષણ મળે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.