Western Times News

Gujarati News

કમલમ પહોંચતા પહેલા જગદીશ વિશ્વકર્માએ કેમ્પ હનુમાનજીના દર્શન કર્યા

અમદાવાદ । ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ‘કમલમ’ ખાતે મહત્વની બેઠકમાં હાજરી આપતા પૂર્વે, મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ)એ ધાર્મિક આસ્થાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આજના પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ કે. લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિત મોટી સંખ્યામાં નેતાઓ-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.

જગદીશ પંચાલ અમદાવાદના ઠક્કરબાપાનગર ખાતે આવેલી વિક્રમપાર્ક સોસાયટી ખાતેના તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે નીકળી ગાંધીનગર કમલમ પહોંચ્યા છે.

તેમણે અમદાવાદના સુપ્રસિદ્ધ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્રસમા કેમ્પના હનુમાન મંદિરે જઈને દાદાના દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમણે રાજ્યની પ્રગતિ અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે તેમની સાથે મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રી અને પ્રેરકભાઈ શાહે સાથે મળીને ધર્મ અને સંસ્કૃતિના વાતાવરણમાં હનુમાનજીના આશીર્વાદ મેળવ્યા હતા.

આ દર્શન બાદ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગાંધીનગર ખાતે આવેલ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ જવા રવાના થયા હતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય “કમલમ” પહોચતા પહેલા અમદાવાદના સુપ્રસિધ્ધ કેમ્પના હનુમાન મંદિરે દર્શન કર્યા.

પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત તેમજ પદગ્રહણ સમારોહ કમલમ ખાતે યોજાશે. જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બનશે. તેમણે ગઈકાલે વિજયમુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું.

જગદીશ પંચાલ મધર ડેરી પહોંચતા શહેર ભાજપના કાર્યકર્તાઓ-નેતાઓએ સ્વાગત કર્યું. જગદીશભાઈ ભાટથી ગાંધીનગર જવા રવાના થયા અને ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા હતા.

મૂળ બનાસકાંઠાના વિશ્વકર્મા અમદાવાદને કર્મભૂમિ બનાવી, અહીંથી ત્રણ વખત ધારાસભ્‍ય બન્‍યા. તેઓ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ રહી ઉત્‍કળષ્ટ કામગીરી કરી, સરકારમાં MSME, વન વિભાગ સહિત અનેક પોર્ટફોલિયો સંભાળ્‍યા. નિર્વિવાદી અને યુવા ચહેરા પર દિલ્‍હી હાઈકમાન્‍ડે મંજૂરીની મહોર મારી છે.

જગદીશ વિશ્વકર્માના નામે ઘણાને આヘર્યચકિત કર્યા પરંતુ આ નામ પાછળ ભાજપની રણનીતિ પણ છે. ગુજરાતમાં પહેલી વખત મુખ્‍યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને અમદાવાદમાંથી આવ્‍યા છે. સરકાર-સંગઠન પર અમદાવાદનો દબદબો જોવા મળશે.

ગુજરાતમાં પહેલી વખત આવું બન્‍યું છે કે, મુખ્‍યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને અમદાવાદથી હોય. તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં OBCનો દબદબો જોવા મળશે…કારણ કે ત્રણેય પાર્ટીના અધ્‍યક્ષ બક્ષીપંચ સમાજમાંથી આવે છે. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, આપના ઈસુદાન ગઢવી અને ભાજપના જગદીશ વિશ્વકર્મા. બક્ષીપંચ વોટબેંક અંકે કરવા માટે ત્રણેય પક્ષોએ કમર કસી છે.

વિશ્વકર્માના નેતળત્‍વમાં ભાજપ ૨૦૨૭ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે. આ ચૂંટણીમાં વિશ્વકર્માની પરીક્ષા થશે… તો આ પહેલા સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં પણ જગદીશ વિશ્વકર્માની અગ્નિપરીક્ષા સાબિત થશે…પાટીલે ભાજપને જે ઊંચાઈ પર પહોંચાડ્‍યું છે તે સ્‍થાન વિશ્વકર્મા કેટલું જાળવી રાખે છે તે જોવાનું રહ્યું.

જગદીશ વિશ્વકર્મા સામે પડકાર? સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી, ૨૦૨૭માં વિધાનસભાની ચૂંટણી, સંગઠનને વધુ મજબૂત કરવાની જવાબદારી, સંગઠન અને સરકાર વચ્‍ચે સંતુલન, તમામ સમાજના કાર્યકર્તાઓ વચ્‍ચે સંતુલન, બનાસકાંઠા, વાવ-થરાદ જિલ્લામાં મજબૂતી.

જગદીશ વિશ્વકર્મા પદભાર સંભાળશે તે માટે તેમના ઘર, કમલમ કાર્યાલયને સજાવવામાં આવ્‍યું છે. ભાજપના કાર્યકરોમાં નવા પ્રદેશ પ્રમુખને વધાવવા ઉત્‍સાહ જોવા મળ્‍યો છે. રેલીના રૂટ પર ભાજપના ઝંડા અને ર્હોડિંગ્‍સ લાગ્‍યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.