Western Times News

Gujarati News

5 કલાક મોબાઈલ પાછળ સમય બગાડે છે ભારતમાં લોકો દરરોજ

પ્રતિકાત્મક

મોબાઈલનો વપરાશ જરૂરિયાત કે અતિરેક ? -મોબાઈલનો ઉપયોગ કરો પરંતુ સાથે-સાથે મોબાઈલના વપરાશમાં સંયમ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકતા નિષ્ણાંતો, મોબાઈલનું વળગણ ખતરનાક

નવી દિલ્હી, વિચારો એક દિવસ માટે મોબાઈલ વિના રહેવાનું આવે તો રહી શકાય. મોટેભાગે રિપ્લાયમાં નાં જ કહેવામાં આવશે. કારણ કે આજના આધુનિક યુગમાં લગભગ મોટાભાગના વ્યવહારો તથા કોમ્યુનિકેશન માટે મોબાઈલ આવશ્યક થઈ ગયો છે.

તો બીજી તરફ એ વાત પણ માર્કેટમાં ચાલી રહી છે કે મોબાઈલના ઉપયોગનો અતિરેક થઈ રહયો છે. લોકો ઉઠતા- બેસતા-ચાલતા- વાહન ચલાવતા, બેડરૂમમાં મોબાઈલ લઈને બેસી જાય છે. બીજા શબ્દોમાં કહીએતો લોકોને મોબાઈલનું વળગણ થઈ ગયુ હોય તેવી પ્રતિતી થાય છે. સામાન્ય રીતે કોઈપણ વસ્તુના ઉપયોગનો અતિરેક થાય તો તે નુકસાનકર્તા સાબિત થતુ હોય છે

મોબાઈલના વપરાશને લઈને ચિંતકો, તબીબો, મનોશાસ્ત્રીઓ સહિત સૌ કોઈ ચેતવી રહયા છે કે મોબાઈલનો ઉપયોગ કરો પણ તેની સાથે તમે મનને – શરીરને આરામ આપો મતલબ કે મોબાઈલના ઉપયોગમાં ઈન્ટરવેલ પાડો. થોડો સમય કુટુંબને, મિત્રોને તથા પોતાના માટે ફાળવો. પરંતુ મોબાઈલનો વપરાશ પાછલા સમયમાં ખૂબ જ જોવા મળ્યો છે. પહેલાના સમયમાં “લેન્ડલાઈન” ફોન હતા ત્યારે થોડી શાંતિ હતી. પરંતુ મોબાઈલે તો “દાટ” વાળી દીધો છે તેમ પણ વડીલો કહી હરયા છે.

આ બધી વાતો હંમેશા સમય પ્રમાણે ચર્ચામાં રહેતી હોય છે પરંતુ હકીકતમાં ભારતમાં લોકો દરરોજ એવરેજ કેટલા કલાક મોબાઈલ પાછળ વિતાવે છે તે અંગે અલગ-અલગ સર્વે થતા હોય છે તેમાં ભિન્ન-ભિન્ન પ્રકારે તારણો બહાર આવતા હોય છે તેથી આ એક માત્ર તારણ હોય છે. તેની પુષ્ટિ કરવી લગભગ અશક્ય હોય છે આવા જ એક તારણ મુજબ ભારતમાં લોકો એવરેજ રોજના પાંચ કાલક જેટલો સમય સ્માર્ટ ફોનમાં વિતાવે છે.

જેમાં સોશિયલ મિડિયા, વિડિયો સ્ટ્રીમીંગ, ગેમિંગ સહિતના ઝોનલનો સમાવેશ થાય છે આવુ જ એક અનુમાનિત તારણ બહાર આવ્યુ છે તે મુજબ વર્ષ- ર૦ર૪માં ભારતમાં કુલ ૧.૧ લાખ કરોડ કલાકથી વધારે સમય મોબાઈલ પાછળ ખર્ચાયા હતા. આ વપરાશને કારણે ભારત દુનિયાનું સૌથી મોટુ ડીજીટલ બજાર વિશ્વમાં બની ગયું હોવાના દાવા પણ થઈ રહયા છે

બીજી તરફ ભારતમાં જો દાવો સાચો હોય તો ૧૦૦ કરોડથી વધુ લોકો સ્માર્ટ ફોન સહિતના ફોનનો ઉપયોગ કરી રહયા છે મોબાઈલ આજે શહેરથી લઈને છેક નાના ગામડાઓ સુધી પહોંચી ગયો છે અને અંદાજ મુજબ લગભગ ૮૦ થી ૯૦ કરોડ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે

જોકે આ પ્રકારના દાવાને કોઈ ચોક્કસ સાબિતિ મળવી અઘરી હોય છે. પરંતુ આ પ્રકારનું એક તારણ છે અને સંભવતઃ તે સત્યની નજીક પણ હોઈ શકે છે એ જે હોય તે પરંતુ કરોડો લોકો સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહયા છે તે પણ હકીકત છે. હવે મોબાઈલનો ઉપયોગ કોણે ? કેટલો કરવો એ વ્યક્તિ પોતાના પર નિર્ભર કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.