Western Times News

Gujarati News

GST ઘટ્યો છતાં વિમા કંપનીઓએ વધુ પ્રિમીયમ વસુલવાનું શરૂ કર્યાની ફરીયાદ

વિમા પ્રિમીયમમાં ‘ઝીરો’ જીએસટીનો પુરો લાભ ગ્રાહકોને મળતો નથી

(એજન્સી)નવીદિલ્હી, દેશમાં ગત તા.રર સપ્ટેમ્બરથી ગુડસ એન્ડ સર્વીસ ટેક્ષ જીએસટીમાં બે સ્લેબની નાબુદી તથા ૪૦૦થી વધુ ઉત્પાદન તથા સેવાઓ પરના જીએસટીમાં મોટો ઘટાડો કર્યોઅને અનેક પર ઝીરો જીએસટી થયો છે. જેમાં હવે ગ્રાહકોને કેટલો લાભ મળી રહયો છે. તેની ચર્ચા છે.

જેમાં જીવન અને આરોગ્ય વિમામાં જીએસટી પુરી રીતે દુર કરાયો છે. મતલબ કે તમો તા.રર પછી નવી જીવન અથવા આરોગ્ય વિમા પોલીસી ખરીદો કે પ્રીમીયમ ભરો તો તેમાં ૧૮% જેવો જીએસટી હતો તે વસુલાશે નહી પણ હવે તે ફરીયાદો આવી છે કે વિમા કંપનીઓ આ જીએસટી ઘટાડવાનો પુરો લાભ તેના પોલીસીહોલ્ડર ગ્રાહકોને આપતી નથી પણ કંપનીઓએ પ્રિમીયમમાં વધારાના રાઈડર મુકીને વધુ ઉંચુ પ્રીમીયમ વસુલવાની ફોર્મ્યુલા અપનાવી છે.

તેનાથી ગ્રાહકને જીએસટી ઘટાડાનો જ લાભ મળવો જોઈએ તે મળતો નથી. વાસ્તવમાં આ ચિંતા પહેલા પણ થઈ હતી કે વિમા કંપનીઓ જીએસટી ઘટાડાનો લાભ પુરો આપશે નહી. અગાઉના ૧૮% જીએસટીમાં કંપનીઓએ ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો લાભ મળતો હતો એટલે કે કંપનીઓ પોલીસી વેચવા માટે યોજનાને કમીશન વી.ના ખર્ચ કરતી હતી તથા અન્ય સેવા લેવા જે રકમ ચુકવાતી હતી.

તેના પરનો પુરો જીએસટી તેને ઈનપુટ ટેક્ષ ક્રેડીટના હેઠળ પરત મળતો હતો. આમ કંપનીઓને તેમાં મોટી રાહત મળતી હતી પણ જીએસટી શૂન્ય થતા હવે તેના ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો લાભ મળતો નથી તેની કંપનીઓનો વહીવટ સહીતનો ખર્ચ હવે તેણે જ ભોગવવાનો રહે છે. વિમા કંપનીઓ માટે તેની પોલીસી પ્રીમીયમમાં જે કમાણી છે તે ઘટશે. આથી તેણે હવે પ્રીમીયમ વધારે વસુલવા માટે નવા માર્ગ શોધી લીધા છે. કંપનીઓ હવે પ્રીમીયમ વધારા માટે ઉમર મર્યાદા ઘટાડી રહી છે.

જુના રોગો માટે જે વેઈટીગ પીરીયડ હતો તે વધારી દીધો છે. તથા નવા રાઈડર જો આ સેવા જોઈતી હોય તો આ રીતે વધારાનું પ્રીમીયમ ભરવું પડશે તે રીતે વધારે નાણા વસુલી રહી હોવાની ચર્ચા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.