નવો તાલુકો બનેલ સાઠંબા મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીનો શુભારંભ

(તસ્વીરઃ મગનજીત વણઝારા, હિંમતનગર), ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સેવા અને સુશાસનના ઐતિહાસિક નિર્ણયના ભાગરૂપે રાજ્યમાં નવા ૧૭ તાલુકાઓની મંજૂરી આપવામાં આવી છે
જે અંતર્ગત બાયડ તાલુકામાંથી સાઠંબા ને અલગ તાલુકો આપવામાં આવે છે ત્યારે નવા તાલુકામાં સરકારી કચેરીઓ કાર્યરત કરવાનો ધમધમાટ ચાલુ થયો છે ત્યારે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર
અને સાબરકાંઠા -અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા એ અરવલ્લી જિલ્લાના સહકારી જીન, સાઠંબા ખાતે બાયડ તાલુકાનું વિભાજન થઈ નવા તાલુકાનો દરજ્જો પામેલ સાઠંબા તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીના શુભારંભ પ્રસંગે હાજરી આપી હતી
આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા એ જણાવ્યું હતું કે,મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ આ પ્રજાહિતલક્ષી નિર્ણયથી સાઠંબા તાલુકાના પ્રજાજનોને તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહેશે તેમજ નવું તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક, આર્થિક,આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થવાની સાથોસાથ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે અવરજવરમાં સમય, શક્તિ અને નાણાંનો પણ બચાવ થશે
આ પ્રસંગે બાયડ વિધાનસભાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા,પ્રાંત અધિકારી,તાલુકા પંચાયતના પ્રમુખ,તાલુકા સંગઠનના પ્રમુખ અને હોદ્દેદારશ્રીઓ,ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ,સરપંચ અને પ્રજાજનો હાજર રહ્યા.