રશિયાએ યુક્રેનના ગેસ મથકોને નિશાન બનાવીને ભીષણ હુમલો કર્યાે

૩૮૧ ડ્રોન, ૩૫ મિસાઈલ વડે પ્રચંડ હુમલો કરાયાનો યુક્રેન એરફોર્સનો દાવો
શિયાળાની શરૂઆત પૂર્વે યુક્રેનની પાવર ગ્રીડને નષ્ટ કરવાના ઈરાદા સાથે હુમલો કરાયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું
કિવ, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુ વિકરાળ બની રહ્યું છે. રશિયાએ ગુરુવારે રાત્રે યુક્રેનના કુદરતી ગેસ મથકોને નિશાન બનાવીને અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો કર્યાે હતો. રશિયાના હુમલામાં આઠ વર્ષના બાળક સહિત બે મહિલાઓને ઈજા થઈ હતી. યુક્રેન સરકારની માલિકીના નાફ્ટોગેઝ ગ્›પ દ્વારા સંચાલિત ગેસ મથકો પર હુમલો કરવામાં આવ્યો હતો.
છેલ્લા ત્રણ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જામ્યું છે. શિયાળાની શરૂઆત પૂર્વે યુક્રેનની પાવર ગ્રીડને નષ્ટ કરવાના ઈરાદા સાથે હુમલો કરાયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.રશિયે ૩૮૧ ડ્રોન અને ૩૫ મિસાઈલ વડે પ્રચંડ હુમલો કર્યાે હોવાનો યુક્રેન એરફોર્સે દાવો કર્યાે હતો. નાફ્ટોગેઝના મુખ્ય અધિકારી સેરહાઈ કોરેત્સ્કાયે જણાવ્યું કે, આ ઈરાદાપૂર્વકનો હુમલો છે.
આ હુમલા પાછળ કોઈ લશ્કરી હેતુ નથી. રશિયાએ શિયાળાની ઠંડીમાં યુક્રેનના નાગરિકોને ગરમીથી વંચિત રાખવા દ્વેષપૂર્ણ રીતે આ કૃત્ય આચર્યું છે. કોરેત્સ્કાયના મતે રશિયાએ ૩૫ જેટલી મિસાઈલો યુક્રેન પર છોડી હતી જે પૈકી મોટાભાગની બેલાસ્ટિક હતી. તદ્દઉપરાંત પૂર્વાેત્તર ખારકિવ અને મધ્ય પોલ્ટાવામાં આવેલા નાફ્ટોગેઝના એકમો પર ૬૦ ડ્રોન વડે હુમલા કરાયા હતા જેમાં ગંભીર નુકસાન પહોંચ્યું છે.
આ હુમલા અંગે રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, તેના દળોએ યુક્રેનના લશ્કરી-ઔદ્યોગિક પરિસરો તથા તેને સમર્થન પૂરું પાડતાં ગેસ તથા ઉર્જા મથકો પર ડ્રોન તથા શસ્ત્રો વડે હુમલો કર્યાે હતો. તમામ નિર્ધારિત લક્ષ્યને નિશાન બનાવાયા હતા. ફેબ્›આરી ૨૦૨૨થી રશિયા અને યુક્રેન વચ્ચે ઘર્ષણ ચાલુ થયું હતું.ss1