ટ્રમ્પનું અલ્ટિમેટમઃ હમાસ સંધિ કરે અથવા બરબાદી માટે તૈયાર રહે

ટ્રમ્પે હમાસને રવિવાર સુધીનો સમય આપ્યો
ટ્રમ્પે ટ્›થ સોશિયલ પર યુદ્ધગ્રસ્ત વિસ્તાર ખાલી કરવા પેલેસ્ટાઈનવાસીઓને વિનંતી કરી હતી
વોશિંગ્ટન,યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસ માટે આખરી ચેતવણી જારી કરી દીધી છે. હમાસને રવિવાર સુધીનો સમય આપવાની સાથે ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે, સંધિ ન સ્વીકારે તો હમાસની બરબાદી નક્કી છે. હમાસ પર નરકની બધી યાતનાઓ એક સાથે તૂટી પડશે. એક યા બીજી રીતે શાંતિ જરૂર સ્થપાશે. ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે હમાસને અલ્ટિમેટમ આપ્યુ હતું અને ઈઝરાયેલ સાથે ગાઝા શાંતિ કરાર સ્વીકારવા (વોશિંગ્ટન સમય મુજબ) રવિવારે સાંજે ૬ સુધીનો સમય આપ્યો હતો.
સાથે ટ્રમ્પે કહ્યું હતું કે, અગાઉ કોઈ ક્યારેય ન જોયું હોય તેવું નરક હમાસના માથે ત્રાટકશે. દરેક દેશે આ સંધિ સ્વીકારી લીધી છે અને હમાસ પાસે હવે આ કરાર કરવાની છેલ્લી તક છે. હમાસ સંધિ નહિં સ્વીકારે તો પણ મિડલ ઈસ્ટમાં એક યા બીજી રીતે શાંતિ સ્થપાશે. ટ્રમ્પે ટ્›થ સોશિયલ પર યુદ્ધગ્રસ્ત વિસ્તાર ખાલી કરવા પેલેસ્ટાઈનવાસીઓને વિનંતી કરી હતી.ગાઝાના સલામત વિસ્તારમાં નહીં ખસે તો પેલેસ્ટાઈનવાસીઓ પર મોતનું જોખમ રહેશે.
સાથે ટ્રમ્પે કહ્યું હતું કે, સામા છેડે લોકો મદદ કરવા તૈયાર છે અને પેલેસ્ટાઈનવાસીઓએ સલામત સ્થળે ખસી જવું જોઈએ. હમાસ પાસે હજુ પણ છેલ્લી તક રહેલી છે. ૨૦ મુદ્દાના ગાઝા પીસ પ્લાનની વાત કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે, ૩૦૦૦ વર્ષ પછી મિડલ ઈસ્ટના દેશો શાંતિ કરાર માટે સંમત થયા છે. હમાસ પણ સંમત થાય તો તેના લડવૈયાઓને માફ કરી દેવામાં આવશે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે દાવો કર્યાે હતો કે, પાકિસ્તાન દ્વારા પ્રસ્તાવિત પીસ પ્લાન ટ્રમ્પે રજૂ કર્યાે નથી. પાકિસ્તાને આપેલા ડ્રાફ્ટમાં ટ્રમ્પે ફેરફાર કર્યા છે અને તેના પુરાવા પાકિસ્તાન પાસે છે. આ આખરી પરિણામ છે અને તેમાં રાજકારણ રમવાની કોઈ જગ્યા નથી.ss1