પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૫.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

Files Photo
સ્થાનિક સમય અનુસાર રાત્રિના ૧.૨૯ વાગ્યે આંચકો નોંધાયો
ભૂકંપ જમીનમાં ૩૫ કિલોમીટરની મધ્યમ ઊંડાઈએ હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે
બલુચિસ્તાન,પાકિસ્તાનના બલુચિસ્તાનના ચગાઈ જિલ્લામાં દાલબંદીન નજીક ૫.૨ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્ર અનુસાર શનિવારે મોડી રાત્રે સ્થાનિક સમય અનુસાર ૧.૨૯ વાગ્યે આંચકો નોંધાયો હતો. ભૂકંપ જમીનમાં ૩૫ કિલોમીટરની મધ્યમ ઊંડાઈએ હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે.જયારે જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસના બીજા અહેવાલમાં ૪.૮ ની તીવ્રતા દર્શાવવામાં આવી છે.
જોકે. પ્રારંભિક માહિતીના આધારે ભૂકંપથી કોઈ નુકસાન નથી થયું. પરંતુ ઘણા લોકોએ તેને કેન્દ્રની આસપાસ હળવો ભૂકંપ અનુભવ્યો હશે. ભૂકંપ કેન્દ્રથી ૭૮ કિમી દૂર સ્થિત દાલબંદીનમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ૨ ઓક્ટોબરના રોજ કરાચીમાં બુધવારે ૩.૨ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
પાકિસ્તાન ભૂકંપ કેન્દ્ર અનુસાર ભૂકંપ બુધવારે સવારે ૦૯ઃ૩૪ વાગ્યે માલિરથી સાત કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં આવ્યો હતો અને પૃથ્વીની સપાટીથી ૧૦ કિમી નીચે હતો.જોકે, તેમાં કોઈ નુકસાન અહેવાલ ન હતા.કરાચીમાં બુધવારે ૩.૨ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.ss1