Western Times News

Gujarati News

આર્કિટેક્ટનો અભ્યાસ ગમતો ન હોવાથી ‘Next life Better’ લખી વિદ્યાર્થિનીનો આપઘાત

રાજકોટ : શહેરમાં કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાછળ રવિ પાર્કમાં રહેતી ઋત્વી નામની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વિદ્યાર્થિનીએ પોતાના જ ઘરમાં બારીની જાળીમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી ખુલાસો થયો છે કે ઋત્વી ત્રણ ભાઈ બહેનમાં સૌથી મોટી હતી. તે શહેરની વી.વી.પી. કોલેજ પાસે આવેલી આર્કિટેક્ટ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

ઋત્વીને આર્કિટેક્ટનો અભ્યાસ કરવો ગમતો નહોતો અને હવે તે ફિલ્ડ બદલી શકે તેમ ન હતી. આ કારણે તે કેટલાક દિવસોથી સતત ટેન્શનમાં રહેતી હતી. છેલ્લા ચાર-પાંચ દિવસથી કોલેજે જવાનું પણ બંધ કરી દીધું હતું. બાદમાં ઋત્વીએ આપઘાતનું પગલું ભરી લીધું હતું. ઋત્વીએ આપઘાત પહેલા અંગ્રેજીમાં સુસાઇડ નોટ લખી છે. જેમાં આગલી જિંદગી સારી હશે, એટલે કે “Next life Better” એવું લખાણ લખ્યું છે. પોલીસે બનાવ પાછળ બીજું કોઇ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે. આ બનાવ સમયે ઋત્વીના પિતા કામ માટે ઇન્દોર ગયા હતાં.

રાજકોટ સહીત રાજ્યમાં આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિનીઓ પરીક્ષાના ટેન્શનમાં પણ આપઘાત કરતા હોઈ છે. ક્યારેક અન્ય કારણોને લીધી પણ વિદ્યાર્થીઓ આવું પગલું ભરી લેતા હોય છે. બીજી તરફ માનસિક તણાવનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ પણ થતું હોય છે, છતાં આવા કિસ્સાઓ બહાર આવતા રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.