ચાંદલોડિયા-ખોડિયાર ખંડના ડબલીંગ લોકેશન સર્વે (FLS) ને મંજૂરી

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનના ચાંદલોડિયા-ખોડિયાર રેલખંડ ના ડબલિંગ માટે ફાઇનલ લોકેશન સર્વે (FLS) ને મંજૂરી આપી છે. હાલમાં જ રેલ્વે બોર્ડે રેલવે બોર્ડના સભ્ય (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) શ્રી નવીન ગુલાટીની અમદાવાદ ડિવિઝનની મુલાકાત દરમિયાન આ ખંડના ડબલિંગની માંગ કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલયે ફાઇનલ લોકેશન સર્વે માટે લીલી ઝંડી આપી છે.
ચાંદલોડિયા ‘બી’ કેબિનથી ખોડિયાર સુધી 10 કિલોમીટરનો લાંબો આ ડબલ લાઈન પ્રોજેક્ટ, ખંડની ક્ષમતા અને પરિચાલન કાર્યક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ફાઇનલ લોકેશન સર્વેમાં ભવિષ્યના એલાઈમેન્ટ ભૂમિ અને જરૂરિયાત, તકનીકી મૂલ્યાંકન સહિત તમામ જરૂરી અભ્યાસો કરવામાં આવશે.
જેથી ભવિષ્યમાં સંરચના આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યો ની યોજનાને સટીક અને પ્રભાવી બનાવી શકાય. આ કાર્ય સંબંધિત એન્જિનિયરિંગ વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવશે.
ચાંદલોડિયા – ખોડિયાર ખંડનું પરિચાલન મહત્વ
Ahmedabad, ચાંદલોડિયા – ખોડિયાર ખંડનું પરિચાલન મહત્વ અતિવધુ છે. તે ગાંધીનગર કેપિટલને રાજકોટ અને ઉત્તર પશ્ચિમ રેલ્વે (NWR) ક્ષેત્રને જોડતા એક મહત્વપૂર્ણ માર્ગ પર સ્થિત છે.
ગાંધીનગરથી ઉપડતી તમામ ટ્રેનો જે રાજકોટ, ઓખા, પોરબંદર, ભાવનગર, સોમનાથ અને NWR ક્ષેત્ર જેમકે જોધપુર, જયપુર અને અજમેર જેવા ક્ષેત્રો તરફ જતી બધી ટ્રેનો આ ખંડ માંથી પસાર થાય છે. ભારે ટ્રાફિક ઘણીવાર આ માર્ગ પર ટ્રેનની ગતિ અને સમયસરતા માટે પડકારો ઉભો કરે છે.
ડબલિંગ બાદ આ ખંડ ની ક્ષમતામાં વધારો થશે, જેથી મુસાફરો અને માલવાહક ટ્રેનોના સંચાલનમાં સુધારો થશે. આ પ્રોજેક્ટ માત્ર ટ્રેન સંચાલનની સ્થિરતા અને સમયસરતા સુનિશ્ચિત કરશે નહીં, પરંતુ પ્રાદેશિક જોડાણને મજબૂત બનાવવામાં પણ ફાળો આપશે.
સૌરાષ્ટ્ર ક્ષેત્રને ગુજરાતની રાજધાની ગાંધીનગર અને આગળ દિલ્હી/ઉત્તર ભારત થી જોડતા માર્ગ ની નિર્બાધ કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે. વધુમાં, ડબલિંગથી ભીડ ઓછી થશે, ટ્રેનોની સરેરાશ ગતિ વધશે અને મુસાફરો માટે સમયસર સેવાની સુવિધા મળશે.
ચાંદલોડિયા-ખોડિયાર ખંડનું ડબલિંગ ન માત્ર પરિચાલન કાર્યક્ષમતામાં સુધારો કરશે પરંતુ પ્રદેશના આર્થિક વિકાસમાં પણ ફાળો આપશે અને માલ અને મુસાફરોના પરિવહનને સરળ બનાવશે. આ પહેલ સામાન્ય લોકો અને મુસાફરો માટે લાંબા અંતરની મુસાફરીને વધુ આરામદાયક, સલામત અને સમયસર બનાવવામાં મદદ કરશે.