ગૌડિયમ IVF એન્ડ વિમેન હેલ્થ લિમિટેડે સેબીમાં ફરીથી DRHP ફાઇલ કર્યું

Files Photo
Mumbai, ભારતની અગ્રણી ફર્ટિલિટી અને આઈવીએફ સર્વિસ પ્રોવાઇડર્સ પૈકીની એક ગૌડિયમ આઈવીએફ એન્ડ વિમેન હેલ્થ લિમિટેડે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફરીથી ફાઇલ કર્યું છે.
કંપની વિવિધ રાજ્યોમાં 7 હબ અને 28 સ્પોક્સ ધરાવતા હબ-એન્ડ-સ્પોક મોડલ દ્વારા કામ કરે છે જે તેને દેશમાં સૌથી મોટા આઈવીએફ નેટવર્ક્સમાં સ્થાન આપે છે. ડો. મનિકા ખન્ના દ્વારા સ્થપાયેલી ગૌડિયમ આઈવીએફ ભારતમાં આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજીસમાં અગ્રણી તરીકે ઊભરી આવી છે.
આ ઓફરમાં 1,13,92,500 સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર ડો. મનિકા ખન્ના દ્વારા 94,93,700 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે જેની સાથે પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના કુલ 2,08,86,200 ઇક્વિટી શેર્સ ઓફર કરવામાં આવશે. અગાઉના ફાઇલિંગમાં કંપનીએ 1,83,54,000 ઇક્વિટી શેર્સના મોટા ફ્રેશ ઇશ્યૂની દરખાસ્ત કરી હતી અને વેચાણ માટેની ઓફર 25,31,700 ઇક્વિટી શેર્સ જેટલી નાની હતી
જે કુલ મળીને 2,08,86,100 ઇક્વિટી શેર્સની ઓફર હતી. અગાઉના સ્ટ્રક્ચરની સરખામણીએ એકંદરે ઓફર સાઇઝ વ્યાપકપણે સમાન જ છે પરંતુ કમ્પોઝિશન નોંધપાત્ર બદલાઈ ગયું છે જેમાં વેચાણ માટેની ઓફર 25.32 લાખથી વધીને 94.94 લાખ થઈ છે એટલે કે 69.62 લાખ શેર્સનો ઉમેરો થયો છે જે હાલના ફાઇલિંગમાં પ્રમોટર દ્વારા મોટો હિસ્સો વેચવામાં આવી રહ્યો છે.
ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી આવકનો સમગ્ર ભારતમાં 19 નવા આઈવીએફ સેન્ટર્સ ઊભા કરવા માટે મૂડી ખર્ચને ભંડોળ આપવા (રૂ. 50 કરોડ), કેટલાક બાકી દેવાની પૂર્વચૂકવણી કે ચૂકવણી કરવા (રૂ. 20 કરોડ) અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે.
ગૌડિયમ આઈવીએફ તેના સ્થાપકની નિપુણતા દ્વારા સંચાલિત મજબૂત બ્રાન્ડ રિકોલ દ્વારા સમર્થિત કિફાયતી આઈવીએફ સર્વિસીઝ સાથે સુવિધાઓથી વંચિત વિસ્તારોમાં પહોંચી વિસ્તરણની યોજના ધરાવે છે. ભારતનું આઈવીએફ માર્કેટ 2024માં 1.32 અબજ યુએસ ડોલરથી 13.1 ટકાના સીએજીઆરથી વધીને 2034માં 4.54 અબજ યુએસ ડોલર સુધી પહોંચવાની ધારણા છે જે નોંધપાત્ર વિકાસની તકો રજૂ કરે છે.
31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે ગૌડિયમ આઈવીએફે કામગીરીથી રૂ. 70.72 કરોડની આવક, રૂ. 28.63 કરોડની એબિટા અને રૂ. 19.13 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. નાણાંકીય વર્ષ 2024માં કંપનીએ કામગીરીથી રૂ. 47.89 કરોડની આવક, રૂ. 19.27 કરોડની એબિટા તથા રૂ. 10.31 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. નાણાંકીય વર્ષ 2023માં કંપનીની આવકો રૂ. 44.23 કરોડ, એબિટા રૂ. 20.06 કરોડ અને ચોખ્ખો નફો રૂ. 13.52 કરોડ રહ્યો હતો.
સારથી કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે અને બિગશેર સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના રજિસ્ટ્રાર છે.