આ દિવાળી પર ZEE5 પર રજૂ થશે “ભાગવત ચેપ્ટર વનઃ રાક્ષસ” 17મી ઓક્ટોબરથી પ્રસારણ!

અક્ષય શેરેએ બનાવેલી આ ફિલ્મમાં અર્શદ વારસી અને જિતેંદ્ર કુમાર જેવા અનુભવી કલાકારો આ થ્રિલર માટે એકત્ર આવશે
અમદાવાદ, ઓક્ટોબર ૨૦૨૫: ભારતના સૌથી વિડિયો સ્ટ્રીમિંગ મંચ ZEE5એ તેની આગામી ઓરિજિનલ ફિલ્મ ભાગવત ચેપ્ટર વનઃ રાક્ષસનું રોમાંચક ટ્રેલર રજૂ કર્યું. આ ફિલ્મ ખાસ 17મી ઓક્ટોબરથી પ્રસારિત થશે.
જિયો સ્ટુડિયોઝ દ્વારા બાવેજા સ્ટુડિયોઝ અને ડોગ ‘એન’ બોન પિક્ચર્સ સાથે સહયોગમાં નિર્મિત ફિલ્મનું ટ્રેલર ઉત્તર પ્રદેશના રોબર્ટ્સગંજમાં સ્થાપિત રોમાંચિત થ્રિલર બની રહેવાનું વચન આપે છે,
જેમાં ઇન્સ્પેક્ટર વિશ્વાસ ભાગવત (અર્શદ વારસી) ભીતરની મુશ્કેલીઓ સાથે સંઘર્ષ કરવા સાથે શ્રેણીબદ્ધ ઘાતકી હત્યાઓની તપાસ કરે છે. આ રોમાંચમાં વધારો કરતાં જિતેંદ્ર કુમાર અગાઉ ક્યારેય નહીં તેવા રાજકુમાર સિરતિયા તરીકે અવતારમાં સરપ્રાઇઝ આપશે, જે સાધારણ યુવાનની લેયર્ડ ઓળખ અસ્થાયી ગોપનીયતા છુપાવે છે.
ZEE5એ દશેરા ગ્રાઉન્ડ, પશ્ચિમ વિહાર, દિલ્હી ખાતે ભાગવત ચેપ્ટર વનઃ રાક્ષસના ટ્રેલરની ભવ્ય રજૂઆત કરવા સાથે દશેરાના તહેવારના જોશને વધુ બુલંદ બનાવી દીધો હતો. મુખ્ય કલાકાર જિતેંદ્ર કુમાર અને ડાયરેક્ટર અક્ષય શેરે પણ ઉજવણીમાં જોડાયા હતા અને દર્શકો સાથે સહભાગી થયા હતા અને સંધ્યાના રોમાંચમાં ઉમેરો કર્યો હતો.
લોકોના મેળાવડા સાથે વાતાવરણ અત્યંત રોમાંચ, ખુશીઓ, ધારણા અને તહેવારની ઊર્જાથી ભરચક હતું. અવસર અને સ્થળની પસંદગીએ બુરાઈ પર સારપની જીતની થીમનો સુંદર રીતે પડઘો પાડીને ટ્રેલરના લોન્ચને ઇવેન્ટથી પણ વિશેષ પર્વમાં ફેરવી દીધું હતું. આ વાર્તાકથન, તહેવાર અને એકત્રતાની ભવ્ય સાંસ્કૃતિક ઉજવણી બની ગઈ હતી.
તેજ ગતિનાં દ્રશ્યો, બિહામણાં વિઝ્યુઅલ્સ અને અર્શદ તથા જિતેન્દ્રનાં પાત્રો વચ્ચે રૂવાડાં ઊભા કરી દેનારી મુઠભેડ સાથે ટ્રેલર ભાગવત ચેપ્ટર વનઃ રાક્ષસને બુરાઈ પર સારપની જીતની રોચક વાર્તા તરીકે સ્થાનબદ્ધ કરે છે. સઘન પાર્શ્વભૂ ગીતનો ટેકો અને શક્તિશાળી ડાયલોગ્સ સાથે ટ્રેલરે લાર્ધર- ધેન- લાઇફ વાર્તા માટે લય સ્થાપિત કર્યો છે, જેનું પ્રસારણ ખાસ ZEE5 પર 17મી ઓક્ટોબરથી થશે.
ડાયરેક્ટર અક્ષય શેરે કહે છે, “ભાગવત ચેપ્ટર વનઃ રાક્ષસ ક્રાઈમ થ્રિલરથી પણ વિશેષ છે. તે નૈતિકતા, રિડેમ્પશન અને પસંદગીની ખોજ છે, જે આપણી વ્યાખ્યા કરે છે. અર્શદ અને જિતેંદ્ર સાથે કામ કરવાની બહુ મજા આવી, કારણ કે તેઓ તેમની ભૂમિકામાં જબરદસ્ત નિખાલસતા અને સઘનતા લાવીને દરેક સીનને નવી ઊંચાઈએ લઈ જાય છે.
ટ્રેલર લોન્ચ ખરેખર વિશેષ રહ્યું, કારણ કે સેંકડો લોકો દશેરા ગ્રાઉન્ડ પર પ્રસંગ લાઈવ જોવા ભેગા થયા હતા. તેમની ઊર્જા અને ખુશીએ અવસરને ચાર ચાંદ લગાવી દીધા અને અમને અમે વાર્તા શા માટે કહીએ છીએ તેની યાદ અપાવી. હું આ ઓક્ટોબરમાં ZEE5 પર ભાગવતનું પ્રસારણ થશે ત્યારે વિશ્વાસ ભાગવત અને સમીરનો ભાવનાત્મક અને રોમાંચક પ્રવાસ દર્શકો અનુભવે તેની આતુરતાથી વાટ જોઈશ.’’
અભિનેતા અર્શદ વારસી કહે છે, વિશ્વાસ ભાગવત ચેપ્ટર વનઃ રાક્ષસમાં ભૂમિકા ભજવવાનું બહુ જ બહુસ્તરીય હતું અને ભાવનાત્મક રીતે થકવી નાખનારો અનુભવ હતો, પરંતુ મારી કારકિર્દીમાં આ સૌથી પુરસ્કૃતમાંથી એક અનુભવ છે. તે તમારો લાક્ષણિક હીરો નથી, પરંતુ તે તેજસ્વી છે, ક્રોધિત છે અને ભૂતકાળથી ત્રસ્ત છે. આમ છતાં ન્યાય આપવા કટિબદ્ધ છે.
ટ્રેલર તમને આ દુનિયાની ઝાંખી આપે છે, પરંતુ ફિલ્મ તમને તેના જીવનનું વાવાઝોડું અને સ્થિતિસ્થાપકતા થકી લઈ જાય છે. મારે માટે ભાગવત ચેપ્ટર વનઃ રાક્ષસને વિશેષ જો કશું બનાવતું હોય તો તે ગુનાનો ઉકેલ લાવવાની બાબત નથી, પરંતુ ભીતરના સંઘર્ષ સામે લડાઈ છે. હું આ પ્રવાસ દર્શકો અનુભવે તેની ઉત્સુકતાથી વાટ જોઈશ અને હું ખરેખર માનું છું કે તેઓ છેલ્લી પળ સુધી જકડાઈ રહેશે.’’
જિતેંદ્ર કુમાર કહે છે, “ભાગવત ચેપ્ટર વનઃ રાક્ષસમાં આ ભૂમિકા મેં અગાઉ ક્યારેય નથી કરી તેવી છે. સમીર ઘણા બધા ચહેરા ધરાવતું પાત્ર છે. તે સાધારણ, નિર્બળ અને રોમેન્ટિક પણ છે. છતાં કોમ્પ્લેક્સ વહન કરે છે અને સપાટીની ભીતર વધુ અસ્થાયી લેયર ધરાવે છે. તેનું પાત્ર ભજવવાથી દર્શકો સામાન્ય રીતે મને જોડે છે તેનાથી મારી છબિને દૂર લઈ જાય છે, જે કલાકાર તરીકે પડકારજનક અને ઉદાર પણ છે.
ટ્રેલર આ ગૂંચની ઝાંખી જ આપે છે અને ZEE5ના દર્શકો તેનો સંપૂર્ણ પ્રવાસ ખોજ કરે તે જોવા હું ઉત્સુક છું. ટ્રેલર લોન્ચ વિશેષ હતું, કારણ કે તેમાં દિલ્હીમાં હજારો લોકો ભેગા થયા હતા, તે ઊર્જા, જોશ અને સર્વત્ર બુરાઈ સામે સારપનું પ્રતીક જોતાં ભાગવતને દુનિયા સામે પ્રસ્તુત કરવા માટે આનાથી વધુ સારી રીત કોઈ નહીં હોત એવું મને લાગે છે.’’