Western Times News

Gujarati News

ચીનઃ જન્મતાંની સાથે જ નવજાત કોરોના વાયરસની ઝપટમાં

ચીનમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ખાસ કરીને વુહાન શહેરમાં તેનો સૌથી વધુ પ્રકોપ છે. બુધવારના રોજ જન્મયાના 30 કલાક બાદ એક નવજાત કોરોના વાયરસથી સંક્રમિત જણાયો. આમ આ વાયરસથી સંક્રમિત થનાર સૌથી નાની ઉંમરનો દર્દી છે. મીડિયા રિપોર્ટ કહી રહ્યા છે કે આ નવજાતના માતાના ગર્ભમાં કે જન્મ દરમ્યાન તરત જ સંક્રમિત થયાની આશંકા છે. જો કે નવજાતને જન્મ આપવાથી માતાનો રિપોર્ટ પણ કોરોના વાયરસથી પોઝિટિવ આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સત્તાવાર આંકડા પ્રમાણે ચીન ગુરૂવાર સુધીમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા 563 બતાવી ચૂકયું છે. અત્યાર સુધીમાં આખી દુનિયામાં 28018 લોકો આ વાયરસથી સંક્રમિત થઇ ચૂકયા છે.

આ વાયરસને ઉકેલવા માટે ચીન અજીબોગરીબ કામ કરવા લાગ્યું છે. ચીની અધિકારીઓએ સ્થાનિક ડૉકટર્સને જણાવ્યું છે કે કોરોના વાયરસથી બચવા માટે એલોપેથી દવાઓની સાથો સાથ ચીની દેશી સારવારને પણ સામેલ કરાય. એક રિપોર્ટના મતે સ્થાનિક ચીની ડૉકટર હવે કોરોના વાયરસથી બચવા માટે ભેંસના શિંગડામાંથી બનેલા ચૂરણનો ઉપયોગ ખૂબ કરી રહ્યા છે. ચીની હકીમોનું માનવું છે કે આવા કોઇપણ વાયરસથી લડવામાં શિંગડાનું ચૂરણ ખૂબ જ લાભદાયી હોય છે.

અત્યાર સુધી આખી દુનિયામાં કોરોના વાયરસથી બચવાની કોઇ દવા તૈયાર થઇ નહોતી. એવામાં ચીનનું કહેવું છે કે કોરોના વાયરસથી લડવા માટે AIDSની ઓથોરાટઇ દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. ચીની અધિકારીઓનો દાવો છે કે કોરોના વાયરસથી લડવામાં AIDSની દવાઓ કારગર સાબિત થઇ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.