Western Times News

Gujarati News

CISFના જવાનોને હવે NSG જેવી જ ટ્રેનિંગ અપાશે

પ્રતિકાત્મક

દર વર્ષે ૧પ,૦૦૦ જવાનોને તાલીમ અપાશે, ૪પ૦ કરોડની ફાળવણી કરાઈ

(એજન્સી)અમદાવાદ, ભારતના કેન્દ્રીય ઔધોગીક સુરક્ષા દળ સીઆઈએસએફમાં મોટાપાયે સુધારાઓ હાથ ધરાયા છે. જેમાં તાલીમના પાઠયક્રમ અને ધોરણોમાં ફેરફાર એનએસજી સમક્ષ તાલીમ ર,૦૦૦ ટ્રેનરોનું જુથ બનાવવું જેમાં૧૦ ટકા મહીલા અનામત રાખવું તાલીમ કેન્દ્રોની પ્રવેશ ક્ષમતા પ૦ ટકા વધારવી, ર૧ કિ.મી.ની હાફ મેરેથોન રાખવી સહીતના મહત્વપુર્ણ નિર્ણયો લેવાયા છે. આ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ૪પ૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

એકદળ એક આઉટડોર સ્ટાન્ડર્ડ નીતી મુજબ તમામ રેકના જવાનોને એનએસજી જેવી તાલીમ આપવી ર૬ અવરોધોવાળો બેટલ ઓમ્બસ્ટકલ અસોલ્ટ કોર્સ બીઈએસી ર૧ કિ.મી.હાફ મેરેથોન અને આતંકવાદ વિરોધી નિષ્ણાતો દ્વારા ખાસ મોડયુલસના તાલીમમાં સમાવેશ કરાયોછે. સુરક્ષા માટે ર૦ આધુનીક ટેકનોલોજીઓને એકીકૃત કરી તાલીમ મોડયુલમાં સામેલ કરાયા છે. ડ્રેન વિરોધી સીસ્ટમાં સાયબર સુરક્ષા એઆઈ સાધનો અને ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો સમાવેશ થાય છે.

ભારતીય પ્રથમ દિવસથી જ જવાનોને આ ટેકનોલોજી સાથે પ્રાયોગીક અનુભવ મળશે. જવાનોને આપતીના સમયમાં પ્રથમ પ્રતીસાદકર્તા તરીકે કામ કરવાની તાલીમ અપાશે.

તેમને આપતી વ્યવસ્થાપન અને ફર્સ્ટ એન્ડ વિષયક પ્રમાણપત્ર અપાશે. તાલીમ દરમ્યાન જ રિકટુસને એરપોર્ટ સ્ક્રીનીગ ડયુટી માટે તાલીમ દરમ્યાન જ રીકુટીએ એરપોર્ટ સ્કીનીગ ડયુટી માટે લાયકાત અપાશે. ભરતી તાલીમ કેન્દ્રોની ક્ષમતા પ૦ ટકા વધારી ૧,પ૦૦ કરાઈ છે. ત્રણ નવા બીટીસી સ્થાપાશે. જેમાં નૃહ ખાતે ખેલ શ્રેષ્ઠતા કેન્દ્ર ભિલાઈ ખાતે ફાયર સર્વીસ ટ્રેનીગ સેન્ટર એરપોર્ટ સુરક્ષા માટે સીવીલ એવીએશન સીકયોરીટી એકેડેમી સ્થપાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.