5000 પત્રો લખીને GST મુદ્દે વડાપ્રધાનનો આભાર માન્યો નડિયાદ APMC એ

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘આત્મનિર્ભર ભારત’ ઝુંબેશને ગુજરાતમાં શાનદાર અને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ ઝુંબેશના સમર્થનમાં અને કેન્દ્ર સરકારે સહકાર ક્ષેત્રે લીધેલા ક્રાંતિકારી નિર્ણયો, માલ અને સેવા કર (gst)માં કરેલો ઘટાડો તેમજ સ્વદેશી અપનાવવાના સંકલ્પથી થયેલા સીધા લાભ બદલ ખેડા જિલ્લામાં ૧૦ લાખથી વધુ પોસ્ટકાર્ડ અને એકલા નડિયાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા ૫૦૦૦ પત્રો લખીને વડાપ્રધાનનો આભાર માનવામાં આવ્યો છે.
નડિયાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સાથે જોડાયેલા ખેડૂત, વેપારી ભાઈઓ તેમજ સહકારી મંડળીઓના પ્રતિનિધિઓએ સંયુક્તપણે ૫૦૦૦ પત્રો લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. આ પત્રોમાં મુખ્યત્વે સરકારના નીતિ વિષયક નિર્ણયોની સકારાત્મક અસર પર ભાર મૂકવામાં આવ્યો છે.
સહકાર ક્ષેત્રમાં થયેલા મહત્વપૂર્ણ ફેરફારો, વિવિધ વસ્તુઓ પરના જીએસટી દરોમાં કરાયેલો ઘટાડો, અને દેશમાં સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાના સંકલ્પના કારણે ખેડૂતો, અંતિમ ગ્રાહકો અને વેપારીઓ ત્રણેય વર્ગને સીધો અને નોંધપાત્ર આર્થિક ફાયદો થયો હોવાનું જણાવાયું છે. ખાસ કરીને ખેતીવાડી અને સહકાર ક્ષેત્રે લેવાયેલા ક્રાંતિકારી પગલાં ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ નીવડયા છે.
આ પ્રસંગે નડિયાદ છઁસ્ઝ્રના ચેરમેન અપૂર્વભાઈ પટેલ, સેક્રેટરી અરવિંદભાઈ સોઢા પરમાર અને આસીસ્ટન્ટ સેક્રેટરી અંકિતસિંહ વાઘેલા હાજર રહ્યા હતા. આ અભિવાદન ઝુંબેશ ગુજરાતમાં ‘આત્મનિર્ભર ભારત’ પ્રત્યેનો ઉત્સાહ અને જનસમર્થન દર્શાવે છે.