કફ સિરપ ઉત્પાદકો દવાની ગુણવત્તાનું અનુપાલન કરે તેની રાજ્યો ખાતરી કરેઃ કેન્દ્ર

નવી દિલ્હી, કફ સિરપની ગુણવત્તાને લઈને ચિંતા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે તમામ દવા ઉત્પાદકોને રિવાઈઝ્ડ શેડ્યૂઅલ સ્નું અનુપાલન કરે તેની ખાતરી કરવા રાજ્યોને તાકીદ કરી છે.
જો કોઈ દવા ઉત્પાદક આનું ઉલ્લંઘન કરશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કેન્દ્રે ચીમકી ઉચ્ચારી હતી. રવિવારે કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્યા સલિલા શ્રીવાસ્વતની અધ્યક્ષતામાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં દવાની ગુણવત્તાના પાલન તથા કફ સિરપનો બાળરોગ ક્ષેત્રોમાં તર્કસંગત વપરાશને પ્રોત્સાહન માટે ચર્ચા વિચારણા થઈ હતી. તાજેતરમાં મધ્યપ્રદેશના છિંદવાડા તથા રાજસ્થાનમાં દુષિત કફ સિરપ પીવાથી શિશુઓના મોતનો મામલો ગરમાતા કેન્દ્ર સતર્કતા દાખવીને આ બેઠક યોજી હતી.
મોટાભાગના બાળકો સામાન્ય ઉઘરસથી આપમેળે સ્વસ્થ થતાં હોય છે અને તેના માટે કોઈ દવાની જરૂર રહેતી નથી. આ કારણથી કફ સિરપનો મર્યાદિત ઉપયોગ કરવા તમામ રાજ્યોને સલાહ અપાઈ હતી. રાજસ્થાનના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવે બેઠકમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની અત્યાર સુધીની તપાસમાં સ્પષ્ટ થયું છે કે, ચારનાં મોત ખરાબ ગુણવત્તા વાળા સિરપથી થયા નહતા.SS1MS