ચેક પર સ્પેલિંગની ભૂલો બદલ હિમાચલના શિક્ષક સસ્પેન્ડ

શિમલા, હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં એક સરકારી શાળાના શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમના દ્વારા જારી કરવામાં આવેલો ચેક સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતાં હોબાળો થયો હતો.
આ ચેકમાં સ્પેલિંગની અનેક ભૂલો હતી. જેના કારણે રાજ્ય સંચાલિત શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.શાળા શિક્ષણ નિયામક દ્વારા આ કાર્યવાહી રોહનાતની સરકારી સિનિયર સેકન્ડરી સ્કૂલના ચિત્ર શિક્ષક અત્તર સિંહ સામે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્તર સિંહે ૭૬૧૬ રૂપિયાનો ચેક ૨૫ સપ્ટેમ્બરે ઇશ્યુ કર્યાે હતો.
તેમણે ચેક પર અંગ્રેજીમાં આ રકમ શબ્દોમાં લખતી વખતે સ્પેલિંગની અનેક ગંભીર ભૂલો કરી હતી. જેના કારણે આ ચેક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો.આ ચેક સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી ડિેરેક્ટોરેટ ઓફ સ્કૂલ એજયુકેશને શાળાના આચાર્ય અને સંબધિત શિક્ષક પાસેથી વિગતવાર માહિતી માંગી હતી.
શાળાના આચાર્ય અને શિક્ષક બંનેને ડાયરેક્ટર ઓફ સ્કૂલ એજયુકેશને રૂબરૂમાં મળવા બોલાવ્યા હતાં. હિયરિંગ દરમિયાન શિક્ષકે પોતાની ભૂલ સ્વીકારી હતી. ડાયરેક્ટર ઓફ એજયુકેશન આશિષ કોહલીએ જણાવ્યું હતું કે કોઇ પણ પ્રકારની બેદરકારી જે શિક્ષણ વિભાગની છબિને નુકસાન પહોંચાડશે તેમની વિરુદ્ધ નિયમ અનુસાર શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.SS1MS