Western Times News

Gujarati News

‘મિસ્ટર ખિલાડી’એ સફેદ રણમાં બાઈક રાઈડિંગની મજા માણી

મુંબઈ, કચ્છ પ્રવાસીયો માટે હંમેશા પહેલી પસંદ રહ્યું છે. સદીના મહાનાયક અમિતાબ બચ્ચન બાદ હવે બોલીવુડના મિસ્ટર ખિલાડી અક્ષય કુમાર પણ કચ્છની સંસ્કૃતિમાં ભાવવિભોર થયો છે.કચ્છનો મહેમાન બનેલા ખિલાડીએ આજે કચ્છના સફેદ રણની પણ મોજ માણી હતી.

અક્ષય કુમાર કચ્છની સાથે સાથે ધોળાવીરાના પ્રાચીન અજાયબીઓ અને સિલ-પાર્કના ખૂબ જ વખાણ કર્યાં હતાં. અક્ષય કુમારનો આ વીડિયો ગુજરાત ટૂરિઝમના ઓફિશિયલ પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે, જ્યાં અક્કીએ વીડિયોમાં કચ્છના ભરપૂર વખાણ કર્યાં છે.ગુજરાતમાં સતત બીજી વખત ફિલ્મફેરનું આયોજન યોજવામાં આવ્યું છે ત્યારે અક્ષય કુમાર છેક કચ્છ પહોંચ્યો છે.

કચ્છમાં અક્ષય કુમારના હાથમાં ફિલ્મફેરની ‘બ્લેક લેડી’ પણ જોવા મળી હતી.તમને જણાવી દઈએ કે, ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ૬૯મા ફિલ્મફેરનું આયોજન થયું હતું. ત્યાર બાદ હવે ફરી અગિયારમી ઓક્ટોબરે અમદાવાદમાં ૭૦મા ફિલ્મફેરનું આયોજન થવા જઈ રહ્યું છે.

ફિલ્મફેર કાર્યક્રમ ખૂબ જ રસપ્રદ રહેવાનો છે.એફડીઆઈ અને બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટની સાથે હવે ગુજરાત એન્ટરટેઈન્મેન્ટ ડેસ્ટિનેશન માટે પણ માનીતુ બન્યું છે. રાજ્ય સરકાર સિનેમેટિક ટુરિઝમને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે.

કચ્છનું સફેદ રણ, સાબરમતી આશ્રમ અને સોમનાથ તથા દ્વારકા જેવા ઐતિહાસિક સ્થળોથી લઈને ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર બીચ જેવા સમૃદ્ધ પ્રવાસન સ્થળોને ફિલ્મફેર એવોડ્‌ર્સ હાઇલાઇટ કરશે.ખાસ કરીને અત્યારે ફિલ્મફેરના આયોજન માટે અમદાવાદમાં તાડમાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મિસ્ટર ખિલાડીની વિઝિટે ગુજરાત-કચ્છમાં વધુ આકર્ષણ ઊભું કરાવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.