Western Times News

Gujarati News

આલિયા ભટ્ટ- અલ્લુ અર્જુનના નામે દંપતી સાથે થઈ ઠગાઈ

મુંબઈ, દિલ્હી સાથે જોડાયેલા ગુરુગ્રામના એમ્બિયન્સ મોલમાં ખરીદી કરવા ગયેલા એક દંપતી સાથે એક યુવતીએ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી ઝીવા, બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટ અને સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનના નામે છેતરપિંડી આચરી છે.

દંપતીની ૬ વર્ષની દીકરીને બિસ્કિટની જાહેરાતમાં કાસ્ટ કરવાનું વચન આપીને યુવતીએ ¹ ૩૨ હજાર ખંખેરી લીધાં હતાં.જોકે, યુવતીએ વધુ ૧ લાખની માંગ કરતા દંપતીને છેતરપિંડીની આશંકા ગઈ હતી.

દંપતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પૈસા પરત કરવા અને આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.સેક્ટર ૧૦૭માં રહેતા પ્રીતમ ઘોષે સાઇબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, થોડા દિવસ પહેલા તે તેની પત્ની ઇશિકા ઘોષ અને તેમની ૬ વર્ષની દીકરી સાથે એમ્બિયન્સ મોલમાં ગયો હતો.

જામ્બર રેસ્ટોરન્ટ પાસે ઊભા રહીને એક અજાણી યુવતીએ તેમની સાથે વાતચીત શરૂ કરી. તેણે પોતાનો પરિચય અંજલિ તરીકે આપ્યો અને દાવો કર્યાે કે, તે ‘કિડ્‌સ ઇન્ડિયા એજન્સી’ માટે કામ કરે છે, જે ટીવી જાહેરાતો માટે બાળકો શોધી રહી હતી.અંજલિની નજર પ્રીતમની ૬ વર્ષની દીકરી પર પડી. તેણે કહ્યું કે, તે બાળકીને એક ટીવી જાહેરાતમાં કાસ્ટ કરવા માંગે છે.

તેણે ઇશિકાનો ફોન નંબર લીધો અને પછી ફોન પર વાત કરવાનું વચન આપ્યું. તે રાત્રે લગભગ ૧૧ઃ૩૦ વાગ્યે અંજલિએ ઇશિકાને મેસેજ કરીને તેમના ઘરનો વીડિયો અને દીકરીના ફોટા માંગ્યા.થોડા સમય પછી તેણે દાવો કર્યાે કે, તેમની દીકરીને એક ટીવી જાહેરાત માટે પસંદ કરવામાં આવી છે અને એક ફોટોગ્રાફરને પોર્ટફોલિયો આલ્બમ બનાવવા માટે ૩૨,૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે.

તેના પર વિશ્વાસ કરીને પ્રીતમે ક્રેડિટ કાર્ડ દ્વારા પૈસા મોકલી દીધા હતા.તેમની દીકરી માટે આ તક માટે ઉત્સાહિત હોવાથી આ દંપતીએ ખચકાટ વિના પૈસા આપી દીધાં. થોડા દિવસો પછી અંજલિએ ફરીથી સંપર્ક કર્યાે અને દાવો કર્યાે કે, ‘તેમની દીકરીને ઓરિયો બિસ્કિટની જાહેરાત માટે પસંદ કરવામાં આવી છે.’

તેમને ખાતરી આપવા માટે તેણે ઉમેર્યું કે, ‘જાહેરાતમાં મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી ઝીવા ધોની, આલિયા ભટ્ટ અને અલ્લુ અર્જુન પણ છે.’તેણે દીકરીના ડ્રેસ અને ફોટો શૂટ માટે એક લાખ રૂપિયાની માગણી કરી હતી.

આ રકમ મોટી હોવાથી પ્રીતમને શંકા ગઈ કે તેની સાથે છેતરપિંડી થઈ છે. પ્રીતમે તાત્કાલિક સાઇબર પોલીસ સ્ટેશન પૂર્વમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણી મહિલા વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.