ઝુબીન ગર્ગની છેલ્લી ફિલ્મ ૩૧ ઓક્ટોબરે રિલીઝ થશે

મુંબઈ, સિંગર ઝુબીન ગર્ગની છેલ્લી ફિલ્મ, ‘રાઈ રાઈ બિનાલે’ ૩૧ ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. ફિલ્મના ડિરેક્ટર રાજેશ ભૂયાને જણાવ્યું હતું કે, ‘આ ફિલ્મ ઝુબીન ગર્ગનો વ્યક્તિગત પ્રોજેક્ટ હતી.’ફિલ્મ મેકર રાજેશ ભૂયાને યૂઝ એજન્સીને જણાવ્યું કે, ‘ફિલ્મમાં ઝુબીન ગર્ગના મૂળ અવાજનો ઉપયોગ કરવામાં આવશે.
આ ફિલ્મ હવે સિંગરના અસમિયા (અસમ રાજ્યનું) સંગીત પ્રત્યેના જુસ્સા અને પ્રતિભાને શ્રદ્ધાંજલિ બની ગઈ છે.’ફિલ્મ મેકરે એમ પણ કહ્યું, ‘અમે છેલ્લા ત્રણ વર્ષથી આ ફિલ્મ પર કામ કરી રહ્યા હતા. ફિલ્મની વાર્તા અને સંગીત ઝુબીન ગર્ગનું હતું.
તે પહેલી મ્યૂઝિકલ અસમિયા ફિલ્મ હતી. બેકગ્રાઉન્ડ મ્યૂઝિક સિવાય ફિલ્મનું લગભગ બધું જ કામ પૂરું થઈ ગયું હતું.’તેમણે વધુમાં ઉમેર્યું, ‘ઝુબીન ગર્ગ ઇચ્છતા હતા કે ફિલ્મ ૩૧ ઓક્ટોબરે રિલીઝ થાય. તેથી અમે તેને તે જ દિવસે રિલીઝ કરવાનું નક્કી કર્યું, ફક્ત અસમમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં. તેમનો અવાજ લગભગ ૮૦-૯૦% સ્પષ્ટ છે કારણ કે, તે લેપલ માઇકથી રેકોર્ડ કરવામાં આવ્યો હતો.
તેથી અમે ફક્ત તેમના મૂળ અવાજનો ઉપયોગ કરીશું.’ઝુબીન ગર્ગનું ૧૯ સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં અવસાન થયું. સિંગર ૨૦ સપ્ટેમ્બરના રોજ યોજાયેલા ‘નોર્થ-ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલ’ માટે સિંગાપોરમાં હતો, જ્યાં તેણે એક વોટર એડવેન્ચર એક્ટિવિટીમાં ભાગ લીધો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, તેનું મોત સ્કુબા ડાઇવિંગ અકસ્માતમાં થયું હતું.
જોકે, ઝુબિનની પત્ની ગરિમાએ જણાવ્યું હતું કે, તેનું મૃત્યુ આંચકીના લીધે થયું હતું. તેણે કહ્યું કે, સિંગરને પહેલા પણ ઘણી વખત આંચકી આવી હતી. સિંગાપોરમાં પણ તેને આંચકી આવી હતી. અગાઉ પણ આવી જ પરિસ્થિતિ ઉભી થઈ હતી.
જ્યારે તેની તબિયત બગડી, ત્યારે તેના મિત્રોએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો, જેથી તેનો જીવ બચી ગયો હતો.દરમિયાન, સિંગર ઝુબીન ગર્ગના મોત કેસમાં તાજેતરમાં ધરપકડ કરાયેલા બેન્ડ મેટ (સાથી સિંગર) શેખર જ્યોતિ ગોસ્વામીએ પોતાના નિવેદનમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
શેખરે દાવો કર્યાે છે કે, ‘સિંગરના મેનેજર સિદ્ધાર્થ શર્મા અને ઇવેન્ટ ઓર્ગેનાઇઝર શ્યામકાનુ મહંતે તેને ઝેર આપ્યું હતું. તેણે હત્યાને અકસ્માત જેવો દેખાડવા માટે કાવતરું ઘડ્યું હતું.’શેખર ઝુબીન ગર્ગના મોત સમયે સિંગાપોરમાં હતો. તેણે પોલીસને જણાવ્યું કે, મેનેજર શર્મા તેની સાથે પેન પેસિફિક હોટેલમાં રોકાયો હતો અને ઝુબીનના મૃત્યુ પહેલા તે વિચિત્ર વર્તન કરી રહ્યો હતો.
શેખરે કહ્યું કે, ‘મેનેજર શર્માએ દરિયાની વચ્ચે યાટના ડ્રાઇવરને હટાવી દીધો અને તેનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો હતો. દરિયામાં પ્રવેશ્યા પછી ઝુબિન હાંફી રહ્યો હતો. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.
આમ છતાં, શર્મા કહેતો રહ્યો, ‘તેને જવા દો, તેને જવા દો.’દરમિયાન શનિવારે, સિંગરની પત્ની, ગરિમાએ ઝુબીનનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસ અધિકારીઓને પરત કર્યાે. તેણે કહ્યું કે, તે તેમનો અંગત દસ્તાવેજ નથી. તેને જાહેરમાં જાહેર કરવો કે નહીં તે સંપૂર્ણપણે તપાસ અધિકારીઓ પર નિર્ભર હોવું જોઈએ.SS1MS