વડતાલના યુવકે ઓસ્ટ્રેલિયા જવાના ચક્કરમાં ઓનલાઈન રૂ. ૯૪,૦૦૦ ગુમાવ્યા

નડિયાદ, નડિયાદના વડતાલ ગામના યુવક એ ઓસ્ટ્રેલિયા જવાના ચક્કરમાં ઓનલાઈન રૂપિયા ૯૪,૦૦૦ ગુમાવ્યા હોવાનો બનાવ વડતાલ પોલીસ મથકે નોંધાયો છે
મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકા ના વડતાલ ગામના ખ્રિસ્તી ફળિયામાં રહેતા ચિંતન પંકજભાઈ મેકવાનને તારીખ ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ મિત્ર રાહુલ રોશનભાઈ ચૌહાણ એ અખબાર માં આવેલ જાહેરાત બતાવી હતી
જેમાં પાટણની સાઈટ કન્સલ્ટન્સી ની યુકેના લેસ્ટર અને ઓસ્ટ્રેલિયા ના સિડનીમાં મોલમાં માણસો તાત્કાલિક જોઈએ ની જાહેરાત હતી મિત્રએ પોતે ઓસ્ટ્રેલિયા ની ફાઈલ કરી હોવાની વાત કરી હતી જેથી મિત્ર સાથે ઓસ્ટ્રેલિયા પોહચી કમાવા ઇચ્છતા ચિંતન મેકવાને જાહેરાતમાં આપેલ મોબાઈલ પર ફોન કરતા સામે છેડે થી બોલતા ઈસમે પોતાનું નામ કેશવ હોવાનું જણાવી ઓસ્ટ્રેલિયામાં મોલમાં સારી નોકરી અને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવશે
અને ઓસ્ટ્રેલિયાની ફાઈલ સબમીટ કરવાની છેલ્લી તારીખ તારીખ ૨૫ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ હોય તરત રજીસ્ટ્રેશન કરાવી દેવાની વાત કરી હતી આ કેશવ નામના ઇસમે ફાઈલ પ્રોસેસ માટેના રૂપિયા ૩૫ હજાર આપવા પડશે તેવી વાત કરી હતી જેથી ઓસ્ટ્રેલિયા જવાની લાલચમાં આવી ગઈ ચિંતન મેકવાને હા પાડી હતી બાદ તેણે આ કેશવ નામના ઇસમે મોકલી આપે ઇમેલ પર પોતાના તમામ દસ્તાવેજ મોકલી આપ્યા હતા.
ત્યાર પછી ચિંતન મેકવાને ફાઇલ પ્રોસેસ ફી માટે આ કેસવ નામના ઇસમે મોકલેલ બે બેંક ખાતામાં ઓનલાઇન રૂપિયા ૩૫૦૦૦ મોકલી આપ્યા હતા ત્યાર પછી આ કેશવ નામના ઇસમે એગ્રીમેન્ટ પેટે રૂપિયા ૨૪,૦૦૦ થાય પણ બંને મિત્ર માંથી ગમે તે એક અડધા રૂપિયા મોકલી આપે તો ચાલશે
જેથી ચિંતન મિત્ર રાહુલ ચૌહાણે રૂપિયા ૧૨ હજાર ઓનલાઇન મોકલી આપ્યા હતા ત્યાર પછી ચિંતને બેંક બેલેન્સના વ્યાજ પેટે આ કેશવ નામના ઇસમે મોકલેલ બેંક ખાતામાં રૂપિયા ૩૫૦૦૦ ઓનલાઇન મોકલી આપ્યા હતા બાદ આ કેશવ નામના ઇસમે હવે તમારું કામ થઈ જશે એવી બાહીધરી આપી હતી
ત્યારબાદ આ કેસવ નામના ઇસમે સાહેબને ત્યાં સાયબર ક્રાઇમની રેડ પડી હોવાનું ચિંતન મેકવાનને જણાવી તમારા આપેલ પૈસા પાછા આપી દઈશ એમ જણાવ્યું હતું જો કે ત્યાર પછી આ કેસવ નામના ઇસમે પૈસા તો પાછા ન આપ્યા પણ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો વડતાલ પોલીસે આ અંગે ઓનલાઇન છેતરપિંડીનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.