હાર્ટ એટેક માટેનું મુખ્ય કારણ પામ તેલ છેઃ ડો. તેજસ પટેલ

આ દેશમાં પામ તેલ વગરનું કોઈ પણ ફાસ્ટફૂડ ઉપલબ્ધ નથી
મોડાસા, ડો. તેજસ પટેલ હાર્ટ સ્પેશ્યાલિસ્ટ જણાવે છે કે, ઈએમઆરઆઈના પરિણામ પ્રમાણે હાર્ટ એટેકથી પીડિત મોટાભાગના લોકોની ઉંમર પ૦ વર્ષથી ઓછી છે તમને આશ્ચર્ય થશે કે આ માટેનો મુખ્ય જવાબદાર પામ તેલ છે. આ દારૂ અને સ્મોકિંગ કરતા પણ અનેક ગણો વધારે ખતરનાક છે.
ભારત દુનિયામાં પામ તેલનો સૌથી મોટો આયાતકાર દેશ છે. પામ તેલ માફિયા બહુ જ મોટું છે. અમારા બાળકો, જે આપણા ભવિષ્ય છે, તે ખૂબ જ જોખમમાં છે. આ દેશમાં પામ તેલ વગરનું કોઈ પણ ફાસ્ટફૂડ ઉપલબ્ધ નથી. જો તમે કિરાણા સ્ટોરમાં જઈને બાળકો માટે ખાવાનું તેલ વગરનું પ્રોડકટ લેવા જશોતો તમને નહીં મળે.
તમને જાણવા રસ પડશે કે મોટી મોટી કંપનીઓના બિÂસ્કટ્સ અને ચોકલેટસ પણ પામ તેલથી બને છે. આપણે માનતા હતા કે આ હેલ્ધી છે, પણ કિલર પામ તેલ અથવા પામિટિક એસિડ વિશે આપણે ક્યારેય જાણતા નહોતા.
લેઝ જેવી મોટી કંપનીઓ પશ્ચિમ દેશોમાં જુદું તેલ વાપરે છે અને ભારતમાં પામ તેલ વાપરે છે કારણ કે તે સસ્તુ પડે છે. દરેક વખતે જયારે આપણો બાળક પામ તેલવાળું પ્રોડકટ ખાય છે, ત્યારે મગજ ખોટી રીતે વર્તે છે અને Ìદયની આજુબાજુ તથા અંદર ચરબી જમા થવા માટે સંકેત આપે છે.
આ કારણે ખૂબ નાની ઉંમરે ડાયાબિટીસ થાય છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમએ અનુમાન લગાવ્યું છે કે નાની ઉંમરે મૃત્યુ પામનારા પ૦ ટકા લોકો ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝથી મૃત્યુ પામશે. પામ તેલ માફિયાએ આપણા બાળકોને જંકફૂડની લત લગાડી છે, જેથી તેઓ ફળ અને શાકભાજી ખાવાનું છોડીને બેઠા છે, જે Ìદય માટે રક્ષાત્મક છે.
આગામી વખતે તમે તમારા બાળક માટે કંઈ ખરીદવા જશો ત્યારે તેના પ્રોડકટનો લેબલ જોવો. જો તેમાં પામ તેલ, પામોલિયેનિક તેલ અથવા પામિટિક એસિડ લખેલું હોય તો એ વસ્તુ ખરીદશો નહીં ! અમે આ મુદ્દે અમારા માનનીય પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે અને સમગ્ર ભારતના ૧ લાખથી વધુ ડોકટરોની સહી સાથે આવું જ પત્ર મોકલવાની પ્રક્રિયામાં છીએ જેથી અમારી આગામી પેઢી સુરક્ષિત થાય.
ફરી એકવાર હું આ તાત્કાલિક ખતરા પર ભારપૂર્વક કહેવા માંગુ છું. કૃપા કરીને આપણા બાળકોને બચાવો. તેઓ આપણા દેશનું ભવિષ્ય છે ! આ સંદેશને જરૂર તમારા મિત્રો અને કુટુંબ સુધી પહોંચાડજો. શકય તેટલા લોકોને મોકલજો.