સુરતમાં BRTS ફેઈલઃ 1 વર્ષમાં પેસેન્જરમાં મોટો ઘટાડો

પ્રતિકાત્મક
ખાડાઓના કારણે તથા છેલ્લા એક વર્ષમાં નવા ટ્રાફિક સિગ્નનલના કારણે પણ ભારે ટ્રાફિકની સમસ્યાઓ વધી છે-સુરતમાં BRTS બસમાં સવારી કરનારા પેસેન્જરમાં છેલ્લા ૧ વર્ષમાં મોટો ઘટાડો નોંધાયો
સુરત, સુરત મહાનગરપાલિકા સંચાલિત સીટી અને બીઆરટીએસ બસના પેસેન્જરમાં છેલ્લા એક વર્ષમાં ૫૦,૦૦૦ જેટલા પેસેન્જરનો ઘટાડો નોંધાયો છે. તેના પાછળનું મુખ્ય કારણ શહેરમાં મેટ્રોની કામગીરી,
બ્રિજની કામગીરી, રસ્તાઓ ઉપર ખાડાઓના કારણે તથા છેલ્લા ૧ વર્ષમાં નવા ટ્રાફિક સિગ્નનલના કારણે પણ ભારે ટ્રાફિકની સમસ્યાઓ વધી છે. જેની સીધી અસર પાલિકા સંચાલિત સીટી અને બીઆરટીએસ બસો ઉપર થઈ રહી છે. જેને કારણે બસ રાબેતા મુજબ કરતા ૩૦થી ૪૦ મિનિટ મોડી થઈ રહી છે, જેથી બસમાં પેસેન્જરો ઘટ્યા હોવાની વાત સામે આવી છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સીટી અને બીઆરટીએસ બસના છેલ્લા એક વર્ષમાં ૫૦,૦૦૦ જેટલા પેસેન્જરમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે આ બાબતે સુરત મહાનગરપાલિકાના પરિવહન સમિતિ ચેરમેન સોમનાથ મરાઠે જણાવ્યું કે સુરત શહેરમાં આજની તારીખમાં બધે જ ટ્રાફિક જામની સમસ્યા ખૂબ જ જોવા મળી રહી છે. જેને કારણે અમારી રાબેતા મુજબ ચાલતી સીટી અને બીઆરટીએસ બસો ૩૦થી ૪૦ મિનિટ મોડી થઈ રહી છે અને બસમાં પેસેન્જરો ઘટી રહ્યા છે.
તેના પાછળનું કારણ જોવા જઈએ તો શહેરમાં મેટ્રોની કામગીરી, બ્રિજની કામગીરી, રસ્તાઓ ઉપર ખાડાઓના કારણે તથા છેલ્લા એક વર્ષમાં નવા ટ્રાફિક સિગ્નનલના કારણે પણ ભારે ટ્રાફિકની સમસ્યાઓ વધી છે.તેના કારણે કેટલાક બસોના રૂટ પણ બદલવામાં આવ્યા છે. કેટલીક બસો સીધે સીધી પોતાના ગંતવ્ય સ્થાન ઉપર પહોંચતી હતી, પરંતુ હવે તે બસો અન્ય સ્થાનો ઉપરથી પોતાના ગંતવ્ય સ્થાન ઉપર પહોંચી રહી છે, જેથી પહેલાના રૂટમાં જે સ્ટોપેજ હતી,
ત્યાં કેટલાક પેસેન્જર ઉતરી જતા હતા, તે પેસેન્જર હવે ઓટો રીક્ષામાં જવા લાગ્યા છે. આવા શહેરમાં કુલ ૨૨ સ્થળો છે, જ્યાં તમે આવી તમામ પ્રકારની સમસ્યાઓ સર્જાઈ રહી છે. કેટલાક પેસેન્જરને વહેલા પહોંચવાનું હોય પરંતુ ટ્રાફિકના કારણે પહોંચી શકતો નથી અંતે તે પેસેન્જર બસની જગ્યાએ ઓટોરિક્ષામાં જઈ રહ્યો છે.તે સાથે ટ્રાફિક જામના કારણે કેટલાક વાહનો બીઆરટીએસ લેનમાં પણ ચલાવતા જોવા મળે છે,
તેઓને પૂછે છે ત્યારે તેઓ જવાબ આપે છે કે તમે પહેલા ટ્રાફિકની સમસ્યા દૂર કરો તો અમે બીઆરટીએસ લેનમાં નહીં જઈએ આવા અનેક પ્રશ્નો લોકો દ્વારા કરવામાં આવતા હોય છે. તે સાથે હાલ શહેરમાં પાલિકા સંચાલિત બસોની સંખ્યામાં પણ અછત છે તો તે બસો માર્ચ એપ્રિલ સુધીમાં આવશે. આવી ઘણી બધી સમસ્યાઓને કારણે સીટી અને બીઆરટીએસ બસના છેલ્લા એક વર્ષમાં ૫૦,૦૦૦ જેટલા પેસેન્જરમાં ઘટાડો નોંધાયો છે.