ભારતમાં પુરુષ-સ્ત્રી જન્મદરમાં સકારાત્મક સુધારો નોંધ્યો

નવી દિલ્હી, ભારતમાં પુરુષ-સ્ત્રી જન્મદરમાં સકારાત્મક સુધારો આવ્યો હોવાનું કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના એડિશનલ સેક્રેટરી અને નેશનલ હેલ્થ મિશનના એડિશનલ સેક્રેટરી આરાધના પટનાઈકે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૧-૨૩ દરમિયાન દર હજાર પુરુષે ૯૧૭ મહિલાઓનો જન્મદર નોંધાયો છે.
સરકારે ગર્ભસ્થ શિશુના જાતિ પરિક્ષણ પર અંકુશ મૂક્યો હોવાના કારણે આ સકારાત્મક પરિણામ મળ્યું છે. ગર્ભસ્થ શિશુના જાતિ પરીક્ષણ પર પ્રતિબંધ મૂકતા કાયદાના વધુ અસરકારક અમલ અંગે યોજાયેલી બેઠકમાં પટનાઈકે કહ્યું હતું કે, સેક્સ રેશિયો એટ બર્થમાં વીતેલા એક દાયકામાં સુધારો આવ્યો છે.
સેમ્પલ રજિસ્ટ્રેશન રિપોર્ટ ૨૦૨૩ અનુસાર, એસઆરબીમાં ૧૮ પોઈન્ટનો સુધારો થયો છે. વર્ષ ૨૦૧૬-૧૭માં હજાર પુરુષે ૮૧૯ સ્ત્રીનો જન્મ દર હતો, જે ૨૦૨૧-૨૩માં વધીને ૯૧૭ થયો છે.
આ સુધારો પ્રી-કન્ડિશન એન્ડ પ્રી-નટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ – પ્રોહિબિશન ઓફ સેક્સ સિલેક્શન – એક્ટ ૧૯૯૪ના અસરતાકત અમલના પગલે દેશના જાતિ જન્મદરમાં સુધારો થઈ રહ્યો છે.
બાળકનું લિંગ ચકાસીને જન્મ આપવા કે નહીં આપવાનો નિર્ણય કરવાની માનસિકતા ડામવાના કાનૂની હથિયાર ઉપરાંત નૈતિક અને સામાજિક સલામતીના માધ્યમ તરીકે તેમણે પીસી એન્ડ પીએનડીટી એક્ટને ઓળખાવ્યો છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, જન્મથી જ મહિલાઓની રોગપ્રતિકારક શક્તિ વધારે હોય છે અને તેઓ વધુ શક્તિશાળી હોય છે, જેથી પુરુષ જન્મની સરખામણીએ મહિલા જન્મદરની કુદરતી સંભાવના વધારે છે. જાતિના આધારે જન્મ આપવાની પસંદગી કરવાની માનસિકતાને રોકવાના બદલે પીસીએન્ડપીએનડીટી એક્ટની પ્રીવેન્ટિવ જોગવાઈ પર વધુ ધ્યાન આપવું જોઈએ.
સમાજની પ્રાથમિકતા પુરુષ કે મહિલા બાળકને જન્મ આપવાના બદલે તંદુરસ્ત બાળકની હોવી જોઈએ. એક્ટના અસરકારક અમલ ઉપરાંત ટેકનોલોજીના દુરુપયોગ અટકાવવા માટે સોશિયલ મીડિયાની મદદ લેવાની જરૂરિયાત પર પણ બેઠકમાં બાર મૂક્યો હતો.SS1MS