રોહિત બાદ હવે સૂર્યકુમાર યાદવને કેપ્ટન પદેથી હટાવાશે!

નવી દિલ્હી, ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરે શુભમન ગિલને ટીમ ઇન્ડિયાની ઓડીઆઈ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવાના નિર્ણયને માસ્ટરસ્ટ્રોક ગણાવ્યો છે. પાનેસરે ૨૬ વર્ષીય ગિલને એક સારો લીડર ગણાવ્યો, જે જવાબદારી મળ્યા બાદ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવીને ગિલને ઓડીઆઈ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
બીસીસીઆઈના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે ખુલાસો કર્યાે કે, તેમણે રોહિત શર્માને એ સુચના આપી હતી કે, બોર્ડે તેમને ઓડીઆઈ કેપ્ટનશીપથી મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. ગિલને તેમના અનુગામી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, અને તેનો પહેલો કાર્યભાર ૧૯ ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી ત્રણ મેચની ઓડીઆઈ શ્રેણી હશે.
આ જાહેરાતે ક્રિકેટ જગતમાં મિશ્ર પ્રતિક્રિયાઓ મળી હતી. ઘણા ચાહકો અને પૂર્વ ખેલાડીઓએ આશ્ચર્ય વ્યક્ત કર્યું, જ્યારે પાનેસરે ખુલ્લેઆમ આ પગલાની પ્રશંસા કરી.
તેમનું માનવું છે કે આ નેતૃત્વની ભૂમિકા ગિલના કારકિર્દીમાં શ્રેષ્ઠ પ્રદર્શન લાવી શકે છે.આ અંગે મોન્ટી પાનેસરે આ નિર્ણય વિશે જણાવ્યું, ‘મને લાગે છે કે આ એક યોગ્ય નિર્ણય છે કારણ કે તેણે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે.’ રોહિત શર્મા સાથે તેને કેપ્ટન બનાવવો અર્થપૂર્ણ છે, કારણ કે તે તેને માર્ગદર્શન આપી શકે છે.
આ એક ખૂબ જ સારું પગલું છે. અમે ઇંગ્લેન્ડમાં જોયું છે કે તે એક સારો લીડર છે. પાનેસરે કહ્યું, ‘જ્યારે તમે તેને જવાબદારી આપો છો, ત્યારે તમને શુભમન ગિલનું સર્વશ્રેષ્ઠ રુપ જોવા મળશે.
મને ખાતરી છે કે આ ઓડીઆઈ શ્રેણીમાં આપણે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન જોઈશું. ભવિષ્યમાં તેને ટી૨૦આઈ કેપ્ટનશીપ આપવામાં આવે તો મને આશ્ચર્ય થશે નહીં, કારણ કે તે એક એવો ખેલાડી છે જે જવાબદારી આપવામાં આવે ત્યારે ખીલે છે.’
આ દરમિયાન, શુભમન ગિલે કહ્યું કે, તેનું ધ્યાન હવે સંપૂર્ણપણે ભવિષ્ય અને ૨૦૨૭ વર્લ્ડ કપ પર છે. ભારત વર્લ્ડ કપ પહેલા લગભગ ૨૦ ઓડીઆઈ રમશે.SS1MS