તળાવમાં ન્હાવા ગયેલા સાત વિદ્યાર્થીઓ પૈકીના બે ડૂબ્યા

ગોધરા, ગોધરા તાલુકાના કેવડિયા ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા સાત જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા બાદ સ્કૂલની પાછળ આવેલ કેવડિયા તળાવમાં નાહવા માટે ગયા હતા.
જેમાંથી બે વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતા, જ્યારે પાંચ જેટલા વિદ્યાર્થીઓનું આબાદ બચાવ કરવામાં આવ્યું હતું. બનાવની જાણ થતાં ગોધરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી પાણીમાં ડૂબી ગયેલા બે વિદ્યાર્થીઓના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યું.
બીજી બાજુ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરતી રહી.આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ગોધરા તાલુકાના કેવડિયા ગામમાં આવેલ કેવડિયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ આઠના વિદ્યાર્થીઓ આજરોજ બપોરે પરીક્ષા આપ્યા બાદ સ્કૂલની પાછળ આવેલ તળાવમાં સાત જેટલા વિદ્યાર્થીઓ નાહવા માટે ગયા હતા.
જેમાંથી ધોરણ આઠમાં અભ્યાસ કરતા ધોળી ગામના ધવલકુમાર વિજયભાઈ બારીયા અને કેવડિયા ગામના સુજલકુમાર ગોપાલભાઈ રાવળ ઊંડા પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યાં.બનાવની જાણ ગોધરા ફાયર બ્રિગેડની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઊંડા પાણીમાં ડૂબી ગયેલા બે વિદ્યાર્થીઓના મૃતદેહને કલાકોની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા.
ત્યારબાદ બંને મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યા. બીજી બાજુ ઘટના ની જાણ થતા સ્થાનિક પોલીસ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી વધુ તપાસ હાથ ધરતી રહી.SS1MS