Western Times News

Gujarati News

સ્વચ્છતા પખવાડા 2025 અંતર્ગત અમદાવાદ મંડળ દ્વારા સ્વચ્છ સ્ટેશન, રેલગાડી અને ટ્રેક પર વિશેષ ધ્યાન

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર 01 થી 15 ઓક્ટોબર, 2025 સુધી સ્વચ્છતા પખવાડા 2025 ઉજવી રહ્યું છે. આ દરમિયાન સ્ટેશનો, ઓફિસો અને ટ્રેનોમાં સ્વચ્છતા, સફાઈ અને પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે.

પખવાડા દરમિયાન અમદાવાદ મંડળના મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મો, સર્ક્યુલેટિંગ એરિયા અને યાત્રી સુવિધાઓની સઘન સફાઈ કરવામાં આવી. કચરાપેટીની ઉપલબ્ધતા અને તેના જતનનું નિરીક્ષણ કરવામાં આવ્યું, તેમજ નાળીઓ, શૌચાલયો, પહોંચ માર્ગો, ફૂટ ઓવર બ્રિજ અને વેઇટિંગ રૂમ્સની વિશેષ સફાઈ કરવામાં આવી.

પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યા અને સૂકા તથા ભીના કચરાના માટે અલગ-અલગ કચરાપેટીની વ્યવસ્થા કરવામાં આવી. હરિત ઊર્જાનો ઉપયોગ વધારવા માટે સૌર ઊર્જા ઉપકરણોના સંચાલન અને જતનની તપાસ કરવામાં આવી. સાથે જ, સ્વચ્છતા અને દુર્ગંધ નિયંત્રણ માટે સ્ટેશનો પર નાળીઓ અને શૌચાલયોની સફાઈ સુનિશ્ચિત કરવામાં આવી.

ટ્રેન વોશિંગ લાઈનો પર વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું, જેમાં શૌચાલયો, ગેંગવે અને વેસ્ટિબ્યુલ ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું. અધિકારીઓ દ્વારા ઘણી મહત્વપૂર્ણ ટ્રેનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં પૂરતો OBHS સ્ટાફ, લિનેનની ગુણવત્તા અને પેન્ટ્રી કારની સ્વચ્છતાની તપાસ કરવામાં આવી. મુસાફરોને બાયો-ટોયલેટ, ફ્લશિંગ સિસ્ટમ અને કચરો ફેલાવવા જેવી આદતો વિષે શિક્ષિત કરવા માટે જાગૃતિ અભિયાન પણ આયોજિત કરવામાં આવ્યા.

સ્ટેશનોના બ્લોક સેકશન અને આસપાસના વિસ્તારોમાં ટ્રેકની સફાઈ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. ટ્રેકની બાજુમાં આવેલા નાળાઓ પણ સફાઈ અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા. સાથે જ, કચરો અને અનાવશ્યક ઝાડીઓ દૂર કરવામાં આવી.

આ સતત પ્રયાસોથી મંડળે સ્વચ્છ ભારત મિશન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા પુનઃપ્રતિષ્ઠિત કરી છે અને પોતાના નેટવર્કમાં મુસાફરો અને સમુદાયોને સ્વચ્છ, સુરક્ષિત અને સ્વસ્થ પર્યાવરણ ઉપલબ્ધ કરાવવાની દિશામાં મજબૂત પગલાં લીધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.