માઉન્ટ એવરેસ્ટના તિબેટી ઢોળાવ પર આવેલા વિસ્તારમાં બરફનું તોફાન

માઉન્ટ એવરેસ્ટ પર ઘાતક હિમવર્ષા: એકનું મોત-બચાવ કામગીરી પૂરજોશમાં- ૨૦૦થી વધુ ટીમો કાર્યરત
બેઈજિંગ, ચીનના અધિકારીઓએ સોમવારે પુષ્ટિ કરી હતી કે માઉન્ટ એવરેસ્ટના તિબેટી ઢોળાવ પર આવેલા બરફના પ્રચંડ તોફાનમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અનેક પર્વતારોહકો ગુમ થયા છે, જ્યારે ફસાયેલા ૧૩૭ પર્વતારોહકોને બચાવી લેવામાં આવ્યા છે.
સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર, મૃતક ૪૧ વર્ષીય વ્યક્તિ હાયપોથમયા અને તીવ્ર ઊંચાઈની બીમારીથી મૃત્યુ પામ્યો હતો.ચીનના આઠ દિવસીય રાષ્ટ્રીય દિવસ અને મધ્ય પાનખર ઉત્સવની રજાઓ દરમ્યાન કિનઘાઈ પ્રાંતના ચાર હજાર મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા કિલિયાન પર્વતોના હિસ્સા લાઓહુગોઉ વિસ્તારમાં સતત બરફવર્ષા વચ્ચે પર્વતાહોરકો ફસાઈ ગયા હતા.
અશ્વો અને બે ડ્રોન સાથેની દસ ટીમો સહિત ત્રણસોથી વધુ બચાવકર્મીઓને આ તીવ્ર વાતાવરણ વચ્ચે ખોવાયેલા પર્વતારોહકોને શોધી કાઢવા તૈનાત કરવામાં આવ્યા છે.રાજ્ય સંચાલિત સીસીટીવીના પ્રારંભિક અહેવાલો મુજબ ૩૫૦ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે લગભગ બસો જેટલા હજી ગુમ છે. દરમ્યાન બીબીસીના અહેવાલો મુજબ એવરેસ્ટની ચીનની બાજુએ ખાસ કરીને કર્મા ખીણમાં એક હજારથી વધુ ટ્રેકરો અટવાઈ પડયા છે.
અહીં અવિરત બરફ, ગાજવીજ અને પવનથી રસ્તાઓ ઢંકાઈ ગયા છે અને ટેÙકરો એકમેકથી છૂટા પડી ગયા છે.પીડિત પરિવારોએ પ્રિયજનો તરફથી મદદ માટે વિનંતી કરતા સેટેલાઈટ કોલ મળ્યાના અહેવાલો શેર કર્યા. શેનઝેનની એક મહિલાએ જણાવ્યું કે તેના પતિ અને તેની ટીમ કુઓક્સુરેન્મા કેમ્પમાં પાછા ફરતા પહેલા ઓગા કેમ્પસાઈટમાં ફસાઈ ગયા હતા. તેમણે ઊંડા બરફમાં નેવિગેટ કરવા માટે યાકનો ઉપયોગ કર્યો હતો.
સ્થાનિક ગ્રામજનો, પોલીસ અને માર્ગદર્શકો રસ્તાઓ સાફ કરવા અને ફસાયેલા ટ્રેકર્સના પરિવહન માટે ખચ્ચર અને ઘોડાઓનો ઉપયોગ કરીને બચાવ દળો સાથે જોડાયા હતા.ચીન જ્યારે રાષ્ટ્રીય ઉત્સવમાં વ્યસ્ત છે ત્યારે આ કુદરતી આપત્તિએ ઉજવણી પર ગ્રહણ લગાડી દીધું છે. બાકીના તમામ પદયાત્રીઓ હેમખેમ મળવાની આશા સાથે ખરાબ મોસમ વચ્ચે પણ શોધ અને બચાવકાર્ય ચાલી રહ્યા છે.
ચીનના અધિકારીઓએ સોમવારે પુષ્ટિ કરી હતી કે માઉન્ટ એવરેસ્ટના તિબેટી ઢોળાવ પર આવેલા બરફના પ્રચંડ તોફાનમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અનેક પર્વતારોહકો ગુમ થયા છે, જ્યારે ફસાયેલા ૧૩૭ પર્વતારોહકોને બચાવી લેવામાં આવ્યા છે. સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર, મૃતક ૪૧ વર્ષીય વ્યક્તિ હાયપોથમયા અને તીવ્ર ઊંચાઈની બીમારીથી મૃત્યુ પામ્યો હતો.
ચીનના આઠ દિવસીય રાષ્ટ્રીય દિવસ અને મધ્ય પાનખર ઉત્સવની રજાઓ દરમ્યાન કિનઘાઈ પ્રાંતના ચાર હજાર મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા કિલિયાન પર્વતોના હિસ્સા લાઓહુગોઉ વિસ્તારમાં સતત બરફવર્ષા વચ્ચે પર્વતાહોરકો ફસાઈ ગયા હતા. અશ્વો અને બે ડ્રોન સાથેની દસ ટીમો સહિત ત્રણસોથી વધુ બચાવકર્મીઓને આ તીવ્ર વાતાવરણ વચ્ચે ખોવાયેલા પર્વતારોહકોને શોધી કાઢવા તૈનાત કરવામાં આવ્યા છે.
રાજ્ય સંચાલિત સીસીટીવીના પ્રારંભિક અહેવાલો મુજબ ૩૫૦ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે લગભગ બસો જેટલા હજી ગુમ છે. દરમ્યાન બીબીસીના અહેવાલો મુજબ એવરેસ્ટની ચીનની બાજુએ ખાસ કરીને કર્મા ખીણમાં એક હજારથી વધુ ટ્રેકરો અટવાઈ પડયા છે. અહીં અવિરત બરફ, ગાજવીજ અને પવનથી રસ્તાઓ ઢંકાઈ ગયા છે અને ટે્રકરો એકમેકથી છૂટા પડી ગયા છે.
પીડિત પરિવારોએ પ્રિયજનો તરફથી મદદ માટે વિનંતી કરતા સેટેલાઈટ કોલ મળ્યાના અહેવાલો શેર કર્યા. શેનઝેનની એક મહિલાએ જણાવ્યું કે તેના પતિ અને તેની ટીમ કુઓક્સુરેન્મા કેમ્પમાં પાછા ફરતા પહેલા ઓગા કેમ્પસાઈટમાં ફસાઈ ગયા હતા. તેમણે ઊંડા બરફમાં નેવિગેટ કરવા માટે યાકનો ઉપયોગ કર્યો હતો. સ્થાનિક ગ્રામજનો, પોલીસ અને માર્ગદર્શકો રસ્તાઓ સાફ કરવા અને ફસાયેલા ટ્રેકર્સના પરિવહન માટે ખચ્ચર અને ઘોડાઓનો ઉપયોગ કરીને બચાવ દળો સાથે જોડાયા હતા.