હવે ચહેરા અને બાયોમેટ્રિકથી પેમેન્ટ થશે

પ્રતિકાત્મક
નવીદિલ્હી, દેશમાં ડિજિટલ પેમેન્ટને સરળ અને વધુ સુરક્ષિત કરવાની દિશામાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. હવે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસથી લેવડ- દેવડ કરનારા યુઝર્સે પૈસા ટ્રાન્સફર કરવા માટે પીન નંબર નાખવાની જરુર નહી રહે. તેના બદલે હવે તમારો ચહેરો અથવા ફિંગરપ્રિન્ટ દ્વારા તમારા ટ્રાન્ઝકેશનને મંજૂરી આપી શકશો.
આ નવી સુવિધા ૮ ઓક્ટોબરથી લાગુ થવા જઈ રહી છે. આ પગલું આરબીઆઈના નિયમો અને માર્ગદર્શિકા પ્રમાણે છે, જે એક વૈકલ્પિક ઓથેંટિકેશનની મંજૂરી આપે છે.
એનપીસીઆઈ આ ફીચરને ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ, મુંબઈમાં પ્રદર્શિત કરવા જઈ રહ્યું છે. જેમાં ડિજિટલ પેમ્ન્ટ્સ અને ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક બનશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ નવી સુવિધા ભારત સરકારની આધાર સિસ્ટમમાં સંગ્રહિત બાયોમેટ્રિક ડેટાનો ઉપયોગ કરીને ચુકવણીઓને પ્રમાણિત કરે છે.