રૂબિકોન રિસર્ચ લિમિટેડનો IPO ગુરૂવાર, 09 ઓક્ટોબર, 2025ના રોજ ખૂલશે

- રૂબિકોન રિસર્ચ લિમિટેડ (the “Company”)ના પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (“Equity Shares”) દીઠ રૂ. 461થી રૂ. 485 સુધીનો પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે.
- એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ – બુધવાર, 08 ઓક્ટોબર, 2025
- બિડ/ઓફર ખુલવાની તારીખ – ગુરૂવાર, 09 ઓક્ટોબર, 2025 અને બિડ/ઓફર બંધ થવાની તારીખ – સોમવાર, 13 ઓક્ટોબર, 2025
- બિડ્સ લઘુતમ 30 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 30 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે
- રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ની લિંકઃ https://www.rubicon.co.in/pdf/RHP.pdf
Mumbai, રૂબિકોન રિસર્ચ લિમિટેડ (the “Company”) ગુરૂવાર, 09 ઓક્ટોબર, 2025ના રોજ પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના તેના ઇક્વિટી શેર (“Equity Shares”) ના આઈપીઓ (“Offer”) ખોલવા માટેની દરખાસ્ત કરે છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાના કામકાજના એક દિવસ પહેલા એટલે કે બુધવાર, 08 ઓક્ટોબર, 2025 છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ સોમવાર, 13 ઓક્ટોબર, 2025 છે.
પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 461થી રૂ. 485ના ભાવે ઓફરનો પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. બિડ્સ પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા લઘુતમ 30 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 30 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.
કંપનીના આઈપીઓમાં રૂ. 500 કરોડ સુધીના ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર, જનરલ એટલાન્ટિક સિંગાપોર આરઆર પીટીઈ લિમિટેડ દ્વારા રૂ. 877.5 કરોડ સુધીના મૂલ્યના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
ઓફરમાં લાયક ઠરતા કર્મચારીઓ (the “Employee Reservation Portion”) દ્વારા સબ્સ્ક્રીપ્શન માટે રૂ. 17.50 મિલિયન સુધીના મૂલ્યના પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સ અનામત રાખવાનો સમાવેશ થાય છે. એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનને બાદ કરીને જે વધે તે ઓફરને અહીં “Net Offer” ગણવામાં આવશે. એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં ભાગ લેતા લાયક કર્મચારીઓ માટે પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ રૂ. 46નું ડિસ્કાઉન્ટ (“Employee Discount”) ઓફર કરવામાં આવે છે.
કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી કુલ આવકનો કંપની દ્વારા લેવાયેલા ચોક્કસ બાકી દેવાના તમામ કે આંશિક હિસ્સાની નિર્ધારિત ચુકવણી કે પૂર્વચુકવણી કરવા માટે, અજાણ્યા હસ્તાંતરણો અને વ્યૂહાત્મક પહેલ દ્વારા ઇનઓર્ગેનિક ગ્રોથને ભંડોળ આપવા માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાનો પ્રસ્તાવ રજૂ કરેર છે. વેચાણ માટેની ઓફરમાંથી મળેલી રકમ વેચાણકર્તા શેરધારક જનરલ એટલાન્ટિક સિંગાપોર આરઆર પીટીઈ લિમિટેડને મળશે.
આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા સુધારાયેલા (the “SCRR”) સાથે 1957ના સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન્સ) રૂલ્સના નિયમ 19(2) (બી)ના સંદર્ભે કરવામાં આવી રહી છે.
ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6 (2) ના સંદર્ભે બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે જેમાં સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 32 (2) અનુસાર ઓફરના કમસે કમ 75 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”, and such portion, the “QIB Portion”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે બુક રનિંગ લીડ મેનેજર્સ સાથેની ચર્ચા બાદ કંપની ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (“Anchor Investor Portion”)ને ફાળવી શકે છે,
જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી ઇક્વિટી શેર્સની જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવણી કરવામાં આવી હોય તે અથવા તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાયના ક્યુઆઈબી પોર્શનમાં (“Net QIB Portion”) ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) તમામ ક્યુઆઈબી બિડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે તેમના તરફથી ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. જોકે જો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી પોર્શનના 5 ટકા કરતા ઓછી હોય તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે રહેલા બાકીના ઇક્વિટી શેર્સને ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત નેટ ઓફરના મહત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી (એ) એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 2,00,000થી વધુ અને રૂ. 10,00,000 સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાઓ માટે અનામત રખાશે અને (બી) બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 10,00,000થી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાઓને ફાળવણી માટે અનામત રખાશે,
એ શરતે કે આ બંને સબ-કેટેગરીઝ પૈકીની ગમે તેમાં સબ્સ્ક્રાઇબ ન થયેલા હિસ્સાને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ-કેટેગરીમાં અરજીકર્તાને ફાળવવામાં આવી શકે છે અને સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નેટ ઓફરનો મહત્તમ 10 ટકા હિસ્સો રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (“RIBs”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.