Western Times News

Gujarati News

એર ઇન્ડિયા પ્લેન ક્રેશની તપાસમાં કોઇ ચેડાં નથી થઈ રહ્યાંઃ ઉડ્ડયન મંત્રી

નવી દિલ્હી, અમદાવાદમાં ૧૨ જૂનની વિમાન દુર્ઘટનાની તપાસ અંગે વિવિધ વર્ગાે દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે નાગરિક ઉડ્ડયન પ્રધાન કે રામમોહન નાયડુએ મંગળવારે જણાવ્યું હતું કે તપાસમાં કોઈ ચેડાં કે ગંદા કામ થઈ રહ્યાં નથી.

નિયમો મુજબ તપાસ ખૂબ પારદર્શક અને વિગતવાર રીતે કરવામાં આવી રહી છે. આ જીવલેણ દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ જારી કર્યા પછી ઘણા સવાલો થઈ રહ્યાં છે અને હજુ અંતિમ અહેવાલ આવ્યો નથી. નાયડુએ કહ્યું હતું કે ખરેખર શું થયું તે જાણવા માટે દરેકે એએઆઈબીના અંતિમ તપાસ અહેવાલની રાહ જોવી પડશે.

ક્રેશ અંગે એએઆઈબીને અંતિમ રિપોર્ટ આવવામાં થોડો સમય લાગશે અને અમે તેમના પર કોઈ ઇતિહાસ અહેવાલ લાવવા માટે દબાણ કરવા માંગતા નથી. ૧૨ જૂને અમદાવાદથી ટેકઓફ કર્યા પછી તરત જ એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન ગેટવિક જતું વિમાન ક્રેશ થતાં ૨૪૧ મુસાફરો સહિત કુલ ૨૬૦ના મોત થયા હતાં.

એએઆઈબીએ ૧૨ જુલાઈએ જારી કરેલા પ્રારંભિક અહેવાલમાં કહ્યું હતું કે વિમાનના બંને એન્જિનને ફ્યુઅલ સપ્લાય બંધ થઈ ગયો હતો. ૨૨ સપ્ટેમ્બરે ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્‌સએ સરકારને એર ઇન્ડિયા ડ્રીમલાઇનર ક્રેશની ન્યાયિક તપાસની માગણી કરીને આક્ષેપ કર્યાે હતો કે હાલની તપાસમાં સમાધાન થઈ રહ્યું છે અને તેને અટકાવવી જોઇએ.

૨૯ ઓગસ્ટે કેપ્ટન સુમિત સભરવાલના પિતા પુષ્કરાજ સભરવાલે જણાવ્યું હતું કે અકસ્માત કેટલીક માહિતી લીક થઈ રહી છે તેનાથી એવી અટકળો થઈ રહી છે કે સુમિત ભારે માનસિક દબાણ હેઠળ હતો અને તેથી તે આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.