Western Times News

Gujarati News

માલવણ નજીક ડમ્પરે કારને ટક્કર મારતાં ૪ મહિલાનાં મોત

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં કારમાં સવાર ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે એક પુરુષને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

ચારેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ, અલટ્રોજ કાર માલવણથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી. આ સમયે સામેથી સુરેન્દ્રનગરથી માલવણ તરફ એક ડમ્પર માંતેલા સાંઢની માફક પૂરઝડપે આવતું હતું. આ ડમ્પરે કારને ટક્કર મારતા, કારમાં સવાર ચાર મહિલાનાં સારવાર મળે એ પહેલાં જ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં.

આ ગોઝારા અકસ્માતની ઘટનાના પગલે લોકોનાં ટોળેટોળાં બનાવના સ્થળે એકઠા થઇ ગયાં હતાં.મળતી માહિતી મુજબ આ તમામ લોકો પાટડી તાલુકાના ધામા સ્થિત શક્તિ માતા મંદિરથી દર્શન કરી વણા શક્તિ માતાના મંદિરે દર્શન કરવા જતા હતા.

આ સમયે કાળનો કોળિયો બની ગયા હતા.અકસ્માતનો ભોગ બનનારી ચાર મહિલામાં બે મહિલા મૂળ ડેરવાળાનાં વતની અને હાલ અમદાવાદ રહેતાં હોવાનું સામે આવ્યુ છે. ઉપરાંત અન્ય બે મૃતક મહિલા અમદાવાદના તેમના પાડોશી હોવાનું હાલ સામે આવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.